શોધખોળ કરો

Gujarat Election 2022 : કઈ તારીખે કોંગ્રેસ ઉમેદવારોની પહેલી યાદી કરશે જાહેર? જાણો મોટા સમાચાર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રીય થઈ ગયા છે અને આમ આદમી પાર્ટી દ્વારા તો વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારોની બે યાદી તો જાહેર કરી દેવામાં આવી છે.

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રીય થઈ ગયા છે અને આમ આદમી પાર્ટી દ્વારા તો વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારોની બે યાદી તો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે હવે કોંગ્રેસે પણ પહેલી યાદી જાહેર કરવાની તારીખ જણાવી દીધી છે. 15 સપ્ટેમ્બર પહેલા કોંગ્રેસ ઉમેદવારની પહેલી યાદી જાહેર કરશે. કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે આ જાહેરાત  કરી છે. કેટલાક સિટિંગ ધારાસભ્યો અને શહેરી વિસ્તારના ઉમેદવાર હોય શકે છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગઈ છે. ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ રાજસ્થાન મોડલ અપનાવશે. આરોગ્ય, કૃષિ અને સરકારી કર્મચારીઓના કેસમાં રાજસ્થાન મોડલ અપનાવવાનું વચન આપવામાં આવ્યું છે. રાજસ્થાનની જેમ જ ગુજરાતમાં જૂની પેંશન યોજના લાગુ કરવાનું કોંગ્રેસે વચન આપ્યું છે. જાન્યુઆરી 2002 બાદ નોકરી પર લાગેલ કર્મચારીઓ માટે જૂની પેંશન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

ખેતી માટે ખાસ અલગ બજેટની પણ કોંગ્રેસ મેનિફેસ્ટોમાં જાહેરાત કરશે. રાજસ્થાનની જેમ જ ખેડૂતોને દિવસે વીજળી આપાવનું કોંગ્રેસ વચન આપશે. કૃષિ કનેક્શન પર પ્રતિ મહિને એક હજાર રૂપિયાની સબસિડીનું પણ કોંગ્રેસ વચન આપશે. 

ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના CM અશોક ગેહલોતે જાહેરાત કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો રાજસ્થાન સરકારનું આરોગ્ય મોડેલ લાગુ કરાશે. મુખ્યમંત્રી ચિરંજીવી યોજનાના તર્જ પર ગુજરાતમાં આરોગ્ય યોજના લાગુ કરાશે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે એટલે જૂની પેન્શન યોજના ફરિ શરૂ કરાશે. અમે ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતાર્યા છીએ. કેટલાક લોકો ભ્રમ ફેલાવે છે કે, કોંગ્રેસ સિરિયસ નથી. આ વાત તદન ખોટી છે, રાહુલ ગાંધી ગઈ ચૂંટણીમાં 3 મહિના અહી રહ્યા હતા.

અમારો ચૂંટણી ઢંઢેરો લોકોના વિચારોને આધીન હશે. કેટલીક યોજનાઓ છે તેમાં અને ફેરફાર નહિ કરીએ, તે ચૂંટણી ઢંઢેરામાં હશે. સમગ્ર દેશમાં રાજસ્થાન સરકાર જેવી આરોગ્ય સેવાની યોજના ક્યાંય નથી. રાજસ્થાનની આરોગ્ય સેવાનું મોડેલ સમગ્ર દેશમાં લાગુ કરવા મે વડાપ્રધાન અને અમિત શાહને વિનંતી કરી છે. મુખ્યમંત્રી ચિરંજીવી આરોગ્ય યોજના. 

કોંગ્રેસની સરકાર આવતા ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતા ગ્રામીણ વિસ્તારમાં સરકારી અંગ્રેજી શાળાઓ શરૂ કરવામાં આવશે. ભાજપ સરકાર અમૃત મહોત્સવમાં આગાઉની સરકારને ભૂલી ગઈ છે. 75 વર્ષના દેશના મુસાફરોને યાદ નથી કરાયા. દેશના નેતાઓ સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. 

રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના મુખ્ય ચૂંટણી નિરીક્ષક અશોક ગેહલોતે કહ્યું કે, રાજસ્થાનમાં સ્વાસ્થ્ય સેવાનું મોડલ આખા દેશમાં લાગું કરવા તેમણે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહને ભલામણ કરી હતી. રાજસ્થાનમાં 10 લાખનો સ્વાસ્થ્ય વીમો આપે છે. આ સિવાય ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ફ્રીમાં કરી આપવામાં આવશે. કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાતમાં પેટ્રોલ - ડિઝલના ભાવ ઘટાડાશે. અશોક ગેહલોતે આપ્યા મહત્વના સંકેત. મોંઘવારી પર અંકુશ મેળવવા માટેની વાતમાં આપ્યા સંકેત. તેમણે કહ્યું કે, ધારાસભ્યોને તોડવાએ ભાજપનું મોડેલ છે. સરકાર બનાવ્યા પછી પણ ધારાસભ્યો તોડે છે. દેશના ઇતિહાસમાં ક્યારેય આવું થયું ન હતું.

રેવડી તો તલ ની હોય છે, આ કેવી રેવડી આવી ગઈ છે. વિશ્વમાં પણ સમાજ કલ્યાણ યોજના હોય છે, અમે પણ સમાજ કલ્યાણની વાત કરીશું. આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે એ અંગે વધારે ના કહી શકાય.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Embed widget