Gujarat Election 2022: ટિકિટ માટે રૂપિયાની સોદાબાજી, કૉંગ્રેસના જ પૂર્વ ધારાસભ્યના આરોપથી ખળભળાટ
ગાંધીનગરની દહેગામ બેઠક હાલ ચર્ચામાં છે. કૉંગ્રેસની ટિકિટ માટે રૂપિયાની સોદાબાજીના ખુદ જ કૉંગ્રેસના જ પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે.
અમદાવાદ: ગાંધીનગરની દહેગામ બેઠક હાલ ચર્ચામાં છે. કૉંગ્રેસની ટિકિટ માટે રૂપિયાની સોદાબાજીના ખુદ જ કૉંગ્રેસના જ પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠક પર ટિકિટ ન મળતા કામિનીબા નારાજ થયા અને પક્ષ સામે જ બળવો કરી અપક્ષ ઉમેદવારી કરી છે. ત્યારે હવે આ સમગ્ર વિવાદ વચ્ચે વાયરલ થયેલી એક ઑડિયો ક્લિપથી હડકંપ મચ્યો છે. જેમાં કામિનીબા બે અજાણી વ્યક્તિ જેમાં એક ભાવિન નામનો વ્યક્તિ છે અને બીજો હિન્દી ભાષી વ્યક્તિ છે. જેમાં ટિકિટ માટે એક કરોડ રૂપિયાની સોદાબાજીની વાત કરવામાં આવી રહી છે.
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલને ફરી ટિકિટ આપવામાં આવી
શું કહ્યું યોગેશ પટેલે
યોગેશ પટેલે કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા ત્યારે જ મને ઈશારો કર્યો હતો કે તમે તૈયાર છોને ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા બે વાર આવ્યા અને બીજી વાર પણ તેમને કહ્યું યોગેશભાઈ તૈયાર છો ને તૈયારી કરી દેજો .
યોગેશ પટેલની રેલીમાં કોણ કોણ જોવા મળ્યું
ભારે જન મેદની સાથે યોગેશ પટેલની ભવ્ય રેલી રાવપુરા વિસ્તારમાં જોવા મળી હતી. જેમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત અનેક નેતાઓ પણ રેલીમાં જોડાયા હતા. યોગેશ પટેલ ફોર્મ ભરતા કહ્યું હું સતત આઠમી વાર પણ ભવ્ય વિજય મેળવીશ.
યોગેશ પટેલને પૂછવામાં આવ્યું કે, ટિકિટ આપવામાં ઉંમરનો બાધ ન નડ્યો, જેના જવાબમાં કહ્યું હું શરીરે ફિટ છું, યુવાઓ ઘરમાં પુરાઈ રહે છે, આજે પણ ક્રિકેટ રમું છું. શુ આગામી 2027 માં નવમી વાર પણ ચૂંટણી લડશો તેના જવાબમાં યોગેશ પટેલ એ કહ્યું શરીર સાથ આપે તો. કેટલા મોટા માર્જિનથી ચૂંટણી જીતશો ? તેના સવાલ માં કહ્યું કે મોટી જીત મેળવું તો બધાની નજર મારી બેઠક પર આવી જાય છે.