Gujarat Election 2022: 10 હજાર સિક્કા સાથે આ ઉમેદવારે ગાંધીનગર ઉત્તર બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી
ગાંધીનગર ઉત્તર બેઠક જ્યાં મહેન્દ્રભાઈ પટણીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પત્ર ભરતા સમયે એક-એક રૂપિયા સિક્કાથી દસ હજારની ડિપોઝીટ ભરી હતી.
ગાંધીનગર ઉત્તર બેઠક જ્યાં મહેન્દ્રભાઈ પટણીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પત્ર ભરતા સમયે એક-એક રૂપિયા સિક્કાથી દસ હજારની ડિપોઝીટ ભરી હતી. એક એક રુપિયા ઉમેદવારે ગરીબ જનતા પાસેથી ઉઘરાવ્યા હતા. લારી-ગલ્લા, પાથરણાં બજારમાં અને વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવી દસ હજાર રુપિયા ભેગા કર્યા હતા. 10 હજાર રુપિયાની સિક્કા સાથે આવતા અધિકારીઓ સ્તબ્ધ થયા હતા.
ગાંધીનગર ઉત્તર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે મહેન્દ્ર પટણી એક-એક રૂપિયાના સિક્કા લઈને ઉમેદવારી નોંધાવવા માટે પહોચ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ 10 હજાર સિક્કા લઈને ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા છે. વિવિધ પાનના ગલ્લા, લારીઓવાળા લોકોએ મને એક-એક રૂપિયા આપીને ખાતરી આપી છે કે અમે તમને જ મત આપીશું તમે ઉભા રહેજો. આ મને ડિપોઝિટ આપવામાં આવી છે મારા મતદાતાઓ દ્વારા આપવામાં આવી છે.
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલને ફરી ટિકિટ આપવામાં આવી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બીજા તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી પ્રચંડ પ્રચાર શરૂ થશે. આજે ભાજપ દ્વારા 182મી ટિકિટ જાહેર કરવામાં આવી છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલને ફરી ટિકિટ આપવામાં આવી છે. યોગેશ પટેલ સતત આઠમી વાર વિધાનસભાની ચૂંટણી લડશે.
શું કહ્યું યોગેશ પટેલે
યોગેશ પટેલે કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા ત્યારે જ મને ઈશારો કર્યો હતો કે તમે તૈયાર છોને ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા બે વાર આવ્યા અને બીજી વાર પણ તેમને કહ્યું યોગેશભાઈ તૈયાર છો ને તૈયારી કરી દેજો .
યોગેશ પટેલની રેલીમાં કોણ કોણ જોવા મળ્યું
ભારે જન મેદની સાથે યોગેશ પટેલની ભવ્ય રેલી રાવપુરા વિસ્તારમાં જોવા મળી હતી. જેમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત અનેક નેતાઓ પણ રેલીમાં જોડાયા હતા. યોગેશ પટેલ ફોર્મ ભરતા કહ્યું હું સતત આઠમી વાર પણ ભવ્ય વિજય મેળવીશ.
યોગેશ પટેલને પૂછવામાં આવ્યું કે, ટિકિટ આપવામાં ઉંમરનો બાધ ન નડ્યો, જેના જવાબમાં કહ્યું હું શરીરે ફિટ છું, યુવાઓ ઘરમાં પુરાઈ રહે છે, આજે પણ ક્રિકેટ રમું છું. શુ આગામી 2027 માં નવમી વાર પણ ચૂંટણી લડશો તેના જવાબમાં યોગેશ પટેલ એ કહ્યું શરીર સાથ આપે તો. કેટલા મોટા માર્જિનથી ચૂંટણી જીતશો ? તેના સવાલ માં કહ્યું કે મોટી જીત મેળવું તો બધાની નજર મારી બેઠક પર આવી જાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
