Gujarat Election 2022: PM મોદી આજે ત્રણ કલાક સુધી અમદાવાદમાં કરશે રોડ શો, 28 કિલોમીટરનો છે આખો રૂટ
એરપોર્ટ પર આગમન બાદ પીએમ મોદીનો રોડ શૉ શરૂ થશે. અલગ અલગ વિસ્તારમાં ફર્યા બાદ રોડ શૉ ચાંદખેડામાં પૂર્ણ થશે.
અમદાવાદઃ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. એક તરફ સૌરાષ્ટ્ર , કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હશે તો બીજી તરફ વડાપ્રધાન મોદી અમદાવાદમાં મેગા રોડ શો કરશે. પીએમ મોદી અમદાવાદની 16 બેઠક પર રોડ શૉ યોજશે.
દેશના યશસ્વી અને ઓજસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની કર્ણાવતી મહાનગર ખાતે પુષ્પાંજલિ યાત્રા
તારીખ: 1 ડિસેમ્બર, 2022, ગુરુવાર
સમય: બપોરે 3:00 કલાકથી
લાઈવ નિહાળો:
• https://t.co/dSqhPRRLS3
• https://t.co/3xD28d1IH2
• https://t.co/gDXaSLPIrG pic.twitter.com/PMEpXmZNF9— BJP Gujarat (@BJP4Gujarat) November 30, 2022
એરપોર્ટ પર આગમન બાદ પીએમ મોદીનો રોડ શૉ શરૂ થશે. અલગ અલગ વિસ્તારમાં ફર્યા બાદ રોડ શૉ ચાંદખેડામાં પૂર્ણ થશે. મોદીના રોડ શૉને લઈને ભાજપના નેતાઓ તડામાર તૈયારી કરી રહ્યાં છે. રોડ શો મારફતે વડાપ્રધાન 16 બેઠક પર પ્રચાર કરશે. ભાજપના કાર્યકર્તાઓને તૈયારીઓ માટે સૂચના આપી દેવામાં આવી છે. 30 થી વધુ સ્થળોનો રોડ શોનો મેપ તૈયાર કરવામાં આવ્યો છે.
વિશ્વના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની કર્ણાવતી મહાનગરમાં પુષ્પાંજલિ યાત્રા...
— BJP Gujarat (@BJP4Gujarat) November 30, 2022
તારીખ: 1 ડિસેમ્બર, 2022, ગુરુવાર
સમય: બપોરે 3:00 કલાકથી
રૂટ: નરોડાથી ચાંદખેડા
લાઈવ નિહાળો:
• https://t.co/dSqhPRRLS3
• https://t.co/3xD28d1IH2
• https://t.co/gDXaSLPIrG pic.twitter.com/20BoIxVQxJ
આ રોડ શો 3 કલાક ચાલશે અને લગભગ 28 કિલોમીટર લાંબો હશે. પીએમ મોદીનો આ રોડ શો બપોરે 3:30 થી 6:30 સુધી ચાલશે અને અમદાવાદની પાંચ વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે.
આ સિવાય પીએમ મોદી ગુરુવારે અનેક જનસભાઓને પણ સંબોધિત કરશે. PM ઉત્તર ગુજરાતના પંચમહાલ જિલ્લાના કાલોલથી શરૂઆત કરશે. તેમની જાહેર સભાનું સ્થળ વેજલપુર ગામમાં છે. બીજી જાહેર સભા છોટા ઉદેપુરના બોડેલી ખાતે યોજાશે. ત્રીજી જાહેરસભા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે બપોરે યોજાશે.
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi ના વિજય સંકલ્પ સંમેલન
— BJP Gujarat (@BJP4Gujarat) November 30, 2022
તારીખ: 1 ડિસેમ્બર, 2022, ગુરૂવાર#ભરોસાની_ભાજપ_સરકાર#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે#ભાજપ_આવે_છે pic.twitter.com/SgS6usZ1UJ