શોધખોળ કરો

Gujarat Election 2022 : આજે ભાજપ કઈ કઈ બેઠકોના ઉમેદવારોની પેનલ થશે તૈયાર? જાણો સંપૂર્ણ વિગત

ભાજપની પ્રદેશ પર્લામેંટ્રી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે. આજે 15 જિલ્લાની 58 બેઠકોના ઉમેદવારો અંગે બેઠકમાં ચર્ચા  થશે. ચર્ચાના અંતે 58 બેઠકો અંગેના ઉમેદવારોની પેનલ તૈયાર થશે.

Gujarat Election 2022 : ભાજપની પ્રદેશ પર્લામેંટ્રી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે. આજે 15 જિલ્લાની 58 બેઠકોના ઉમેદવારો અંગે બેઠકમાં ચર્ચા  થશે. ચર્ચાના અંતે 58 બેઠકો અંગેના ઉમેદવારોની પેનલ તૈયાર થશે. ગાંધીનગર જિલ્લા અને શહેરની 5 બેઠક માટે ચર્ચા થશે. મહેસાણાની 7, અમરેલીની 5 અને બોટાદની 2 બેઠકની ચર્ચા થશે.

અમદાવાદ જિલ્લાની 5, ભાવનગર જિલ્લાની 5 અને ભાવનગર શહેરની 2 બેઠક માટે ચર્ચા થશે. ખેડાની 6, પંચમહાલની 5, નવસારીની 4 અને ભરૂચની 5 જિલ્લાની બેઠકો અંગે ચર્ચા થશે. જામનગર શહેરની 2, જામનગર જિલ્લાની 3 અને દેવભૂમિ દ્વારકાની 2 બેઠક અંગે ચર્ચા થશે. ગુરુવારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં 47 બેઠકોના ઉમેદવારો અંગે ચર્ચા પૂર્ણ કરાઈ છે.

Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. કેજરીવાલ શુક્રવારે રાજ્યના લોકોના અભિપ્રાયના આધારે તેમની પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે. પાર્ટીના અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી છે. 29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી.

મુખ્યમંત્રી પદ માટે આ નામ છે રેસમાંઃ

અરવિંદ કેજરીવાલે લોકોને 3 નવેમ્બર સુધીમાં પોતાનો અભિપ્રાય આપવા કહ્યું હતું. તેના આધારે 4 નવેમ્બરે પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી પદની રેસમાં AAP નેતાઓમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય મહાસચિવ ઇસુદાન ગઢવી અને મહાસચિવ મનોજ સોરઠિયાનો સમાવેશ થાય છે. કેજરીવાલ શુક્રવારે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

આમ આદમી પાર્ટીની એન્ટ્રી સાથે રસપ્રદ થયો ચૂંટણી જંગઃ

આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ આ ચૂંટણીને રસપ્રદ બનાવી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી 1995 થી ગુજરાતમાં શાસનમાં છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ તેના પ્રચારને આગળ વધારવામાં વ્યસ્ત છે. ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે કુલ 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં 89 બેઠકો અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. જ્યારે હિમાચલ પ્રદેશમાં મતગણતરી સાથે 8 ડિસેમ્બરે મતગણતરી થશે. આ પ્રસંગે ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે અને પંચના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા.

AAPએ જાહેર કરી નવમી યાદી, આ 10 સીટો પર ઉમેદવારોને મળી ટિકિટ

ગાંધીનગર જિલ્લાની કલોલ બેઠક પર કાંતિજી ઠાકોર, અમદાવાદ શહેરની દરિયાપુર બેઠક પર તાજ કુરેશી, જમાલપુર ખાડિયા બેઠક પર હારુન નાગોરી, દસાડા બેઠક માટે અરવિંદ સોલંકી, પાલિતાણા બેઠક માટે ડૉ. ZP ખેની, ભાવનગર પૂર્વ બેઠક માટે હમીર રાઠોડ, પેટલાદ બેઠક માટે અર્જૂન ભરવાડ, નડિયાદ બેઠક માટે હર્ષદ વાઘેલા, હાલોલ બેઠક પર ભરત રાઠવા અને સુરત પૂર્વ બેઠક માટે કંચન જરીવાલાને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
Health Tips: જો ડાયાબિટીસથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તું
Health Tips: જો ડાયાબિટીસથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તું
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Embed widget