શોધખોળ કરો

Kejriwal Gujarat Visit : આવતી કાલથી કેજરીવાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે, કચ્છ-જૂનાગઢ-સુરેન્દ્રનગરમાં જાહેરસભા

આમ આદમી પાર્ટીના નેતાઓ આવતી કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ભગવંત માન અને રાઘવ ચઢ્ઢા ગુજરાત આવશે.

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના નેતાઓ આવતી કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ભગવંત માન અને રાઘવ ચઢ્ઢા ગુજરાત આવશે. 1 તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કચ્છ ખાતે એક જનસભાને સંબોધિત કરશે. 1 તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જૂનાગઢ ખાતે જનસભાને સંબોધિત કરશે.

2જી તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સુરેન્દ્રનગરમાં જનસભા  સંબોધાશે. 2જી તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ખેડબ્રહ્મા ખાતે જાહેર સભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ આમ આદમી  પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે. મનીષ સિસોદિયા અને રાઘવ ચડ્ડા અમદાવાદ ખાતે કેટલીક મહત્વપૂર્ણ મુલાકાતો તથા મીટીંગ કરશે.

Ahmedabad : કેજરીવાલે જે રીક્ષા ચાલકના ઘરે ભોજન લીધું તે યુવાન સમર્થકો સાથે પહોંચ્યો PM મોદીની સભામાં

અમદાવાદઃ કેજરીવાલ જે ઓટો રિક્ષા ચાલકના ઘરે ભોજન લેવા ગયા હતા, તે યુવાન આજે પ્રધાનમંત્રીની સભામાં પહોંચ્યા છે. તે પોતાના વિસ્તારના લોકોને લઇને સભામાં પહોંચ્યા છે. રીક્ષા ચાલક યુવકનો ભાજપનો ખેસ પહેરતો વીડિયો પણ સામે આવ્યો છે. આ રીક્ષા ચાલકનું નામ વિક્રમ દંતાણી છે. 

અમદાવાદના રીક્ષા ચાલક વિક્રમ દંતાણીએ જણાવ્યું હતું કે, હું પહેલીથી ભાજપમાં જોડાયેલા છે. હું મત નાંખવા શીખ્યો ત્યારથી ભાજપમાં જોડાયેલો છું. હું પહેલેથી મોદી સાહેબનો આશિક છું. મેં ખાલી કેજરીવાલને જમવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમણે સ્વીકારી લીધું. મને ખબર નહોતી કે તે જમવા આવશે. તેઓ આવ્યા એટલે એમનું અપમાન ન થાય એટલે ઘરે જમાડીને મોકલી દીધા. બીજી કોઈ વાત કરી નથી. મેં પોતે એમ જ આમંત્રણ આપ્યું હતું. હું કોઈ પાર્ટીમાં જોડાયેલો નથી. હું પહેલેથી જ ભાજપ સાથે જોડાયેલો છે. અમારી આખી સોસાયટી ભાજપ સાથે છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. જોકે, લોકો 2જી ઓક્ટોબરથી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. દુર્દર્શન મેટ્રો સ્ટેશન ખાતેથી મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. હવે મેટ્રો ટ્રેન 40 કિ.મી.ના રૂટ પર દોડશે

આ પહેલા ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ પણ હાજર રહ્યા હતા. આ સિવાય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. તેઓ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમજ ત્યાંથી તેઓ મેટ્રો ટ્રેન પ્રસ્થાન કરાવવા પહોંચ્યા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુંબઈ સુધીની સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવશે. સવારે સાડા દસ વાગ્યે વંદે ભારત ટ્રેનમાં સવાર થઈ PM મોદી ગાંધીનગરથી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સુધી મુસાફરી પણ કરશે. દેશમાં વિકસિત કરવામાં આવેલ ટ્રેન કોલાઈઝન અવોઈડન્સ સિસ્ટમ એટલે કે KAVACH ટેક્નિકથી સજજ પહેલી ટ્રેન શૂન્યથી 100 કિ.મી સુધીની ઝડપ માત્ર 52 સેકન્ડમાં પ્રાપ્ત કરશે.

આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં શરૂ થનારી વંદે ભારત ટ્રેન પ્રથમ વખત KAVACH ટેકનિકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓ હવે અટકાવી શકાશે. આ ટેક્નિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે 2022ના બજેટમાં બે હજાર કિલોમીટર સુધીના રેલ નેટવર્કને કવચ હેઠળ લાવવાની યોજના વિશેની જાહેરાત કરી હતી. રેલવે મંત્રાલયે વંદે ભારત ટ્રેનના સત્તાવાર શેડ્યુલની જાહેરાત કરાઇ છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Embed widget