શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Elections : સૌરાષ્ટ્રની કઈ પાલિકામાં ભાજપમાં બળવાના એંધાણ? કયા દિગ્ગજ નેતાએ પેનલ ઉતારવાની ઉચ્ચારી ચિમકી?
છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીવાભાઈ ભુતીયા પાર્ટીમાંથી રાજીનામું આપશે. જીવાભાઈ ભૂતિયાના સમર્થકોને ટિકિટ નહીં આપે તો અન્ય પક્ષ અથવા અપક્ષમાંથી ચૂંટણી લડશે.
![Gujarat Elections : સૌરાષ્ટ્રની કઈ પાલિકામાં ભાજપમાં બળવાના એંધાણ? કયા દિગ્ગજ નેતાએ પેનલ ઉતારવાની ઉચ્ચારી ચિમકી? Gujarat Election : BJP former president may give resignation from party due to not got ticket in Chhaya Palika Gujarat Elections : સૌરાષ્ટ્રની કઈ પાલિકામાં ભાજપમાં બળવાના એંધાણ? કયા દિગ્ગજ નેતાએ પેનલ ઉતારવાની ઉચ્ચારી ચિમકી?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/06184322/BJP.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર.
પોરબંદરઃ આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકાઓ માટેની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની તબક્કાવાર જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારોની જાહેરાત સાથે જ કેટલીક પાલિકાઓમાં નેતાઓમાં અસંતોષ સામે આવી રહ્યો છે. પોરબંદરની છાયા નગરપાલિકાની યાદી જાહેર થતા જ અસંતોષની આંધી જોવા મળી છે.
યાદી જાહેર થતાં જ ભાજપના અનેક આગેવાનો નારાજ છે. છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીવાભાઈ ભુતીયા પાર્ટીમાંથી રાજીનામું આપશે. જીવાભાઈ ભૂતિયાના સમર્થકોને ટિકિટ નહીં આપે તો અન્ય પક્ષ અથવા અપક્ષમાંથી ચૂંટણી લડશે. વોર્ડ નંબર 12 અને 13માં પોતાની ટિમ સાથે ચૂંટણી લડશે. બોપોરે 3 વાગ્યા સુધીમાં ચૂંટણી લડવાને લઈને જાહેરાત કરશે.
નવસારી નગરપાલિકામાં બળવાના એંધાણ છે. નવસારી નગરપાલિકાના પાયાના કોર્પોરેટરો કાળુ ચાવડા અને ભૂપત દુધાત અપક્ષ ઉમેદવારી માટે સામે આવ્યા છે. ૫૦થી વધુ કાર્યકરોને લઈને પાર્ટી સામે અપક્ષ ઉમેદવારી નોંધાવવા તૈયારીઓ શરૂ કરી છે. ભારતીય જનતા પાર્ટી નવસારીમાં આંતરિક વિખવાદોને પગલે પાર્ટીના હોદ્દેદારો દોડતા થયા છે. નગરપાલિકાના વોર્ડ નંબર એક અને બેમાં આંતરિક વિખવાદના કારણે ભાજપમાં હડકંપ છે. ભુપત દુધાત અને કાળુ ચાવડાએ ઉમેદવારી માટે કાર્યકરો સાથે મિટિંગ કરી આજે ફોર્મ ભરે તેવી શક્યતાઓ છે. ટિકિટ ન મળવાના કારણે નવસારી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખના રાજીનામા બાદ હવે બે પૂર્વ કોર્પોરેટરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
લાઇફસ્ટાઇલ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)