Gujarat Election : વિધાનસભાની ટિકિટને લઈ ભાજપમાં કકળાટ, 'જીતશે સ્થાનિક, હારશે બહારનો'
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ટિકિટને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાધનપુર વિધાનસભા વિસ્તારમાં રાજકારણ ગરમાયુ છે. રાધનપુર બેઠકની ટીકીટને લઈ ભાજપમા જ કકળાટ શરૂ થયો છે.
પાટણઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ટિકિટને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાધનપુર વિધાનસભા વિસ્તારમાં રાજકારણ ગરમાયુ છે. રાધનપુર બેઠકની ટીકીટને લઈ ભાજપમા જ કકળાટ શરૂ થયો છે. પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરની આગેવાનીમાં મહાસંમેલન યોજાશે. 11 ઓક્ટોબરે સમીના રણાવાડા ગામેઅઢારે અલામ સમાજનાં નામે મહાસંમેલન યોજાશે.
જીતશે સ્થાનિક, હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક તેવુ લખાણ વાળી પત્રિકા થઈ ફરતી. ટિકિટ મુદ્દે રાધનપુરમાં ખુદ ભાજપ સામે હવે ભાજપ આવી ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાધનપુર ભાજપમાં અંદર ખાને બે ભાગલા થયા હોવાનું સામે આવી રહ્યું છે. નોંધનીય છે કે, સીઆર પાટીલે આડકતરી રીતે અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી શુભેચ્છાઓ આપતા સ્થાનિક નેતાઓ ટીકીટ માંગ ને લઈ થયા હવે આકરા પાણીયે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજી તરફ પક્ષપલટાની સિઝન પણ પૂર જોશમાં ચાલી રહી છે. ભાજપે હર્ષ રિબડિયાને પોતાની પાર્ટીમાં લઈને કોંગ્રેસને ઝટકો આપ્યો હતો. તો આજે કોંગ્રેસે વળતો પ્રહાર કરતા વડોદરા ભાજપના આગેવાન કુલદીપસિંહ રાઉલજીને કોંગ્રેસમાં જોડ્યા છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.આ અવસરે પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા.
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો
ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં વધુ એક રાજીનામું પડ્યું છે. ખેડા જિલ્લાના કોંગ્રેસ ઉપપ્રમુખનું રાજીનામું પડ્યું છે. રાવજીભાઈ વધેલાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ. ચકલાસી નગર પાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે રાવજીભાઈ વધેલા. રાવજીભાઈ વાઘેલા આમ આદમી પાર્ટીમા જોડાય તેવી શક્યતા છે.
મિશન 2022ના ઉમેદવાર બનવા મહિલા કોંગ્રેસ મેદાને આવી છે. 61 મહિલાઓએ કોંગ્રેસ સમક્ષ દાવેદારી નોંધાવી છે. 40 મહિલાઓને ટિકિટ મળે તેવી મહિલા કોંગ્રેસના પ્રમુખની માગણી છે. મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમ્મરે લાગણી વ્યક્ત કરી છે. સૌથી વધુ ઇડર બેઠક પર 5 મહિલાઓએ માંગી ટિકિટ. સુરતની કરંજ બેઠક પર 4 મહિલાઓની દાવેદારી.
સુરતની લિંબાયત બેઠક પર 3 મહિલાઓએ માંગી ટિકિટ. દહેગામ બેઠક પર પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે માંગી ટિકિટ. લીંબડી બેઠક પરથી કલ્પના મકવાણાની દાવેદારી. સુરતની મહુવા બેઠક પરથી હેમાંગીની ગરાસિયાએ માંગી ટિકિટ. કેશોદ બેઠક પરથી પ્રગતિ આહીરની દાવેદારી. અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી કમળાબેન ચાવડાએ માંગી ટિકિટ.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા વધુ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે આપના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આપ ગુજરાતમાં મજબૂત વિકલ્પ બની રહી છે. વધતો ભરોસો જોઈને ભાજપના લોકો ગભરાઈ ગયા છે. રોજ ઊઠીને કેજરીવાલને ભાજપવાળા ગાળો બોલે છે.
તેમણે કહ્યું કે, કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, બચેલા લોકો ભાજપમાં જવા લાગ્યા છે. આગામી ચૂંટણી ઈમાનદાર આપ અને મહાભ્રષ્ટ ભાજપ પક્ષ વચ્ચે છે. આમ આદમી પાર્ટીએ ભૂતકાળમાં 29 ઉમેદવાર જાહેર કર્યા હતા. આજે અમે વધુ 12 ઉમેદવારો જાહેર કર્યા છે. ભ્રષ્ટ ભાજપ અને પતન થઈ ગયેલી કોંગ્રેસ કરતા અમે વહેલા ઉમેદવારો જાહેર કર્યા છે.