(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election: બીજા તબક્કાની 93 બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, સરેરાશ 62 ટકા મતદાનનું અનુમાન
રાજ્યમાં આજે બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન યોજાયું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં રાજ્યની 93 બેઠકો પર સરેરાશ 62 ટકા મતદાન નોંધાયું છે. 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું છે.
Gujarat Election: રાજ્યમાં આજે બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન યોજાયું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં રાજ્યની 93 બેઠકો પર સરેરાશ 62 ટકા મતદાન નોંધાયું છે. 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું છે. 8 ડિસેમ્બરના ગુરૂવારે પરિણામ જાહેર કરવામાં આવશે. બીજા તબક્કાના મતદાનમાં ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થયો હતો. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લામાં ચાર વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પૂર્ણ થયું છે. પ્રાંતિજ,હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. કેટલાક મતદાન મથક પર મતદારો મતદાન મથક કંપાઉન્ડમાં હોવાને લઇ ટોકન આપવામાં આવ્યા હતા. ટોકન આપેલ મતદારોને મતદાન કરવા દેવામાં આવ્યું છે.
નડિયાદમાં યુવકે પગથી મતદાન કર્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. નડિયાદમાં દિવ્યાંગ યુવક અંકિત સોનીએ પગથી મતદાન કર્યુ હતું. 25 વર્ષ પહેલા અંકિત સોનીને કરંટ લાગતા બંને હાથ કાપવા પડ્યા હતા. આજે વિધાનસભાની ચૂંટણીમાં અંકિત સોનીએ evm માં પગથી મતદાન કરતા હાજર કર્મચારીઓમાં આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આજે અંકિત સોની હિંમત હાર્યા વિના તમામ કામ પગથી કરે છે.
AAPના CM પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ મતદાન કર્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 14 જિલ્લાની 93 બેઠક માટે આજે વોટિંગ થયું. આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ પણ મતદાન મથક પહોંચ્યાં હતા અને મતાધિકારનો ઉપયોગ કરતાં મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે મીડિયા સાથે વાત કરતાં જનતાને વધુમાં વધુ મતદાન થાય માટે ઘરની બહાર નીકળીને વોટ કરવાની અપીલ કરી હતી. તેમણે હાલ પરિસ્થિતિના મુદ્દાના ધ્યાનમાં રાખીને મતદાન કરવા અપીલ કરી હતી.
અમદાવાદની આ બેઠક પર કોઈએ ટ્રેસિકલ તો કોઈએ ખાસ પ્રકારના વાહનમાં આવી કર્યું વોટિંગ
અમદાવાદની નિકોલ બેઠક ઉપર દિવ્યાંગોએ મતદાન કર્યુ છે. શારીરિક રીતે અશક્ત હોવા છતાં પણ પોતાની ફરજ નિભાવી હતી. કોઈ ટ્રેસિકલ, કોઈ રિક્ષામાં તો કોઈ ખાસ પ્રકારના વાહનમાં મતદાન કરવા આવ્યા હતા. દિવ્યાંગોએ સશકત લોકોને મતદાન માટે કરી અપીલ કરી હતી.