Gujarat Election : કોંગ્રેસમાંથી કઈ બેઠક પરથી કોને મળી શકે છે ટિકિટ? આ રહી સંભવિત યાદી
મિશન 2022ના કોંગ્રેસના સંભવિત ઉમેદવારની યાદી abp અસ્મિતા પર આવી છે. સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં જે નામ અંગે થશે ચર્ચા થઈ તે નામ abp અસ્મિતા પાસે આવ્યો છે.
અમદાવાદઃ મિશન 2022ના કોંગ્રેસના સંભવિત ઉમેદવારની યાદી abp અસ્મિતા પર આવી છે. સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં જે નામ અંગે થશે ચર્ચા થઈ તે નામ abp અસ્મિતા પાસે આવ્યો છે. સૌરાષ્ટ્રની બેઠકોના સંભવિત ઉમેદવારોની યાદી સૌપહેલા abp અસ્મિતા પર છે.
માણાવદર
અરવિંદ લાડાણી
હરિભાઈ પટેલ
અબડાસા
રામદેવસિંહ જાડેજા
મોહમ્મદ જત
રાજેશ આહીર
ભુજ
અર્જુન ભૂડીયા
રાજેન્દ્રસિંહ જાડેજા
જામનગર સિટી
રચના નાંદાણીયા
કરણદેવસિંહ જાડેજા
ભાવનગર વેસ્ટ
બળદેવ સોલંકી
રાજુ સોલંકી
કે કે ગોહિલ
ભાવનગર ઇસ્ટ
નીતા રાઠોડ
જીતુ ઉપાધ્યાય
પાલીતાણા
પ્રવીણ રાઠોડ
મહુવા
કનુભાઈ કળસરિયા
રાજ મહેતા
પોરબંદર
અર્જુન મોઢવાડિયા
Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વિધિવત પ્રચાર શરૂ કરી દીધો છે. આજે રાધનપુર ખાતે કોગ્રેસનું મહા સંમેલન યોજાયું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના અધ્યક્ષ સ્થાને આ સંમેલન યોજાયુ હતું. જેમાં કોંગ્રેસ ગૂજરાત પ્રદેશ અઘ્યક્ષ જગદીશ ઠાકોર. સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ સહીત નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ અવસરે અશોક ગેહલોતે કહ્યું કે, ગુજરાતમાં કોરોના કારણે ભાજપે પોતાની સરકાર બદલવી પડી હતી. કોરોનામાં લોકો ઓક્સિજન વિના મરી ગયા. કોરોના સમયમાં સરકાર ફેલ થતા મુખ્ય મંત્રી બદલવા પડ્યા. કોગ્રેસના નેતા દેશ માટે શહીદ થયા છે. કોગ્રેસ પાર્ટી ગરીબોની પાર્ટી છે. મારી દીકરીની સાસરું રાધનપુર છે. રાજસ્થાનમાં અમારી સરકારે આરોગ્ય સેવા મફત કરી છે. કર્મચારીઓ માટે અમે ઓલ્ડ પેન્સન યોજના લાગુ કરી છે. રાજસ્થાનમાં એક કરોડ લોકોને પેન્શન યોજનાથી જોડ્યા છે. ભાજપ સરકારના શાસનમાં દેશની હાલત ખરાબ થઇ છે. ભાજપ સરકાર ઘમંડમાં છે ત્યારે ગુજરાત ભાજપને સબક શીખવે. આમ આદમી પાર્ટી જૂઠા વાયદા કરે છે. પંજાબમાં તેમની સરકાર ફેલ થઈ છે.
તો બીજી તરફ અસલમ સાયકલ વાલાએ કહ્યું કે, ગુજરાતના ગામડામાં કોગ્રેસ મજબૂત છે. શહેરના વેપારીઓ ભાજપથી ડરે છે તેના કારણે શહેરમાં ભાજપ જીતે છે. દેશમાં પત્રકારો અને લેખકોને જેલમાં મોકલવામાં આવે છે. યુપીમાં બુલ્ડોઝર રાજ છે, ગમે તેનું મકાન પાડી શકે છે. લોકતંત્રની રક્ષા કોગ્રેસે કરી છે. આજ પણ કરી રહી છે. દેશમાં જનતાનું રાજ કોગ્રેસે લાવ્યું છે.
કૉંગ્રેસ દિવાળી પછી જાહેર કરશે ઉમેદવારોની પ્રથમ યાદી
ગુજરાત વિધાનસભાના ચૂંટણી જંગને આડે બસ ગણતરીના જ દિવસ બાકી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈ કૉંગ્રેસે કવાયત પણ શરૂ કરી દીધી છે. ઉમેદવારોની પસંદગીને લઈ દિલ્હીમાં કૉંગ્રેસ મંથન કરશે. 19 થી 21 ઓક્ટોબર સુધી સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાશે. બાદમાં સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક યોજાશે. આ બેઠકમાં ઉમેદવારોના નામની યાદીને આખરી ઓપ અપાશે. દિવાળી બાદ કૉંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. બેઠકમાં હાજરી આપવા માટે ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, નેતા વિપક્ષ સુખરામ રાઠવા અને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા દિલ્હી જશે. કૉંગ્રેસ ગુજરાતમાં પાંચ યાત્રાઓ કાઢશે. અમદાવાદના સાબરમતી આશ્રમથી યાત્રાઓની શરૂઆત થશે.