મંદીના માર વચ્ચે રત્નકલાકારો માટે મોટા સમાચાર,સરકારે જાહેર કર્યું રાહત પેકેજ
ગાંધીનગર: છેલ્લા ઘણા સમયથી સુરતનો હિરા ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવી ગયો છે. જેના કારણે રત્ન કલાકારો આર્થિક ભીસ અનુભવી રહ્યા છે. આર્થિક ભીસના કારણે ઘણા રત્ન કલાકારોએ આત્મહત્યા પણ કરી લીધી છે. જે બાદ ઘણા સમયથી રત્ન કલાકારોએ સરકાર પાસે રાહતની માગણી કરી હતી.

ગાંધીનગર: છેલ્લા ઘણા સમયથી સુરતનો હિરા ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવી ગયો છે. જેના કારણે રત્ન કલાકારો આર્થિક ભીસ અનુભવી રહ્યા છે. આર્થિક ભીસના કારણે ઘણા રત્ન કલાકારોએ આત્મહત્યા પણ કરી લીધી છે. જે બાદ ઘણા સમયથી રત્ન કલાકારોએ સરકાર પાસે રાહતની માગણી કરી છે.
નાના ઉદ્યોગકારોને વ્યાજ માફીનો લાભ મળશે
હવે આ માગણીને અનુલક્ષીને સરકારે લાખો રત્નકલાકારો અને નાના વેપારીઓ માટે સરકારે મહત્વની જાહેરાત કરી છે. મંદીના માર ઝીલી રહેલા કારખાનેદાર, રત્નકલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ રત્નકલાકારોના બાળકોની 1 વર્ષની સ્કૂલ ફી સરકાર ભરશે. 3 વર્ષથી કામ કરનાર રત્નકલાકારોના બાળકોની ફી સરકાર ભરશે. મહત્તમ 13,500 સુધીની રત્નકલાકારોના બાળકોની સ્કૂલ ફી સરકાર ભરશે. જ્યારે નાના ઉદ્યોગકારોની 5 લાખ સુધીની લોનનું વ્યાજ સરકાર ભરશે. જેમનું વીજ વપરાશ 25 ટકા ઘટ્યો હોય તે નાના ઉદ્યોગકારોને વ્યાજ માફીનો લાભ મળશે.
એક વર્ષ સુધી વ્યાજ માફી આપવામાં આવશે
રત્નકલાકારો, હીરાના નાના કારખાનેદારો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. નાના ઉદ્યોગકારોને પાંચ લાખ સુધી 9 ટકાના દરે લીધેલી લોન પર વ્યાજ મુક્તિ આપવામાં આવશે. આ ઉપરાંત નાના ઉદ્યોગકારોની પાંચ લાખ સુધીની લોન પર એક વર્ષ સુધી વ્યાજ માફી આપવામાં આવશે. 31 માર્ચ 2024થી જેમને કામ ન મળ્યું હોય તે રત્નકલાકારોને ફાયદો મળશે. 3 વર્ષથી રત્નકલાકાર તરીકે કામ કરનારાઓના બાળકોની ફી માફી આપવામાં આવશે.
અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, અમદાવાદ, પાલનપુરના રત્નકલાકારો માટે પણ જાહેરાત કરવામાં આવી છે. જનપ્રતિનિધિઓની રજૂઆતો બાદ જાહેરાત કરાઈ રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ આજે પત્રકાર પરિષદ યોજી રત્નકલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. નોંધનિય છે કે, સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં હિરા ઉદ્યોગ ચાલી રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જાણે આ ઉદ્યોગને મંદીની નજર લાગી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. મંદીના માર વચ્ચે સરકારે રત્ન કલાકારોને થોડી રાહત આપી છે.
શું હતી હીરાઉધોગના રત્નકલાકારોની મુખ્ય માંગણીઓ?
(1) રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવો
(2) રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો
(3) મોંઘવારી મુજબ પગાર વધારો કરો, કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક કમિટી બને
(4) હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે
(5) રત્નકલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરો
(6) આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારોને આર્થિક મદદ કરો
(7) રત્નદીપ યોજના ફરી શરૂ કરો





















