Weather Forecast: રાજ્ય પર શક્તિ વાવાઝોડાનો ખતરો કેટલો? અંબાલાલ પટેલે કરી સ્પષ્ટતા, જાણો અપડેટ્સ
Weather Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શક્તિ વાવાઝોડાને લઇને પોતાનું આંકલન રજૂ કર્યું છે. જાણીએ ગુજરાત પર વાવાઝોડાનો કેટલો ખતરો છે.

Weather Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઇને કેટલાક અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના આંકલન મુજબ સંભવિત શક્તિ વાવાઝોડાનો હજુ સ્પષ્ટ ટ્રેક નથી થયો. વાવાઝોડું આવશે કે નહી તેને લઈ કહી પણ કહેવું મુશ્કેલી છે. હજુ વાવાઝોડું સંતાકૂકડી રમી રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણએ કર્ણાટક, ગોવાના ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. 28થી જૂનની શરૂઆતમાં સમુદ્રમાં લોપ્રેશર બનવાની શક્યતા છે.
જો કે રાજ્યમાં વાવાઝોડું આવશે તે કહેવું મુશ્કેલ છે. વાવાઝોડું આવે તો પણ બીપરઝોય જેવું વિનાશક પ્રચંડ નહી હોય, વાવાઝોડું નહિ આવે તો પણ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની સ્થિતિ બની રહેશે. વાવાઝોડાની સામે તેને તોડનારી શક્તિ પણ દરિયામાં તૈયાર હોવાથી વાવાઝોડાના શક્તિ ઓછી થઇ જશે. જો કે આ સમય દરમિયાન અંબાલાલે દરિયા ન ખેડનાની અને દરિયો તોફાની રહેવાની આગાહી કરી છે. અંબાલાલાના આંકલન મુજબ
દરિયા કિનારાના ભાગોમાં આજથી જ હવામાનમાં પલટો આવશે. તેમજ સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદી માહોલ રહેશે. મોન્સૂન અને પ્રિમોન્સૂન એક્ટિવિટી વચ્ચે દુવિધા હોવાથી કોઇ પણ દ્રશ્ય સ્પષ્ટ ન થતું હોવાની અસમંજસ વ્યકત કરી છે. જો કે તેમણે કચ્છમાં ભારે પવનનું અનુમાન વ્યક્ત કર્યું છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાશે. મે મહિનાના અંતમાં પવનની ગતિ વધી શકે છે. દમણ, દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આંધી, વંટોળનો માહોલ યથાવત રહેશે. ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ રહેશે.દરિયા કાંઠાના વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ જોવા મળી શકે છે. વાવાઝોડુ રાજ્ય પર ન આવે તો પણ અંબાલાલે દરિયા તોફાની રહાવાની આગાહી વ્યક્ત કરી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતના દક્ષિણ વિસ્તાર અને સૌરાષ્ટ્રને વરસાદ ધમરોળી રહ્યો છે. જાણીએ ક્યા જિલ્લામાં વરસાદ આફતરૂપ બન્યો છે. છેલ્લા 24 કલાકની વરસાદ પ્રભાવિત જિલ્લાની સ્થિતિ પર નજર કરીએ
અમરેલીમાં ભારે પવન સાથે વરસાદે સર્જી તારાજી
24 કલાકમાં અમરેલીમાં તોફાની વરસાદ વરસાદ વરસ્યો. 24 કલાકમાં અમરેલી શહેરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. 24 કલાકમાં લાઠીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. મીની વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા વરસાદે તારાજી સર્જી છે. ભારે પવન અને ગાજવીજ સાથે અહીં વરસાદ તૂટી પડ્યો હતો. લાઠીમાં ભારે પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષો, વીજપોલ ધરાશાયી છે. અનેક સ્થળોએ હોર્ડિંગ્સ તૂટી પડયા હતા. તો શેડના પતરા ઉડયાં હતા. બાબરા, બગસરા, ચલાલામાં પણ વરસાદની તોફાની બેટીંગે નુકસાન સર્જયું છે. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાન થયું છે.
અમરેલીમાં શુક્રવારે ખાબકેલા વરસાદથી ઘરોમાં પાણી ભરાયા છે. લાઠી રોડ પર વિદ્યાનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. ન માત્રા સોસાયટીમાં અહીં કેટલાક વિસ્તારની સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો હાલાકીનો સામનો કરી રહયાં છે





















