શોધખોળ કરો

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: કયા-કયા ઉદ્યોગો શરૂ કરવા માટે આપી છૂટ? જાણો

ગુજરાતમાં લોકડાઉન છતાં આગામી 20 એપ્રિલ બાદ કેટલાક ઉદ્યોગ-ધંધાઓને છૂટ આપવાનો રૂપાણી સરકારે નિર્ણય લીધો છે. રૂપાણી સરકારે ઉદ્યોગ-ધંધાઓ માટે 20 એપ્રિલ બાદ છૂટ આપવા અંગેની ગાઇડલાઇન જાહેર કરી.

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકડાઉન છતાં આગામી 20 એપ્રિલ બાદ કેટલાક ઉદ્યોગ-ધંધાઓને છૂટ આપવાનો રૂપાણી સરકારે નિર્ણય લીધો છે. રૂપાણી સરકારે ઉદ્યોગ-ધંધાઓ માટે 20 એપ્રિલ બાદ છૂટ આપવા અંગેની ગાઇડલાઇન જાહેર કરી હતી. સીએમઓના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે તેમણે કહ્યું હતું કે, 20 એપ્રિલ બાદ વાણિજ્યિક ઉદ્યોગો શરૂ થાય તે માટે મંજૂરી લેવાની રહેશે. તેમણે કહ્યું કે, જિલ્લા કક્ષાએ વાણિજ્યિક અને ઊદ્યોગ સંબંધિત છૂટછાટોના અમલ માટે કલેકટરના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવવામાં આવશે. આ સમિતિમાં જી.આઇ.ડી.સી.ના સ્થાનિક વડા, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ફેકટરી ઇન્સ્પેકટર, મ્યુનિસીપલ કોર્પોરેશન વિસ્તારમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર તેમજ સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે, જે ઉદ્યોગ એકમો શરૂ કરવા માંગે છે તે એકમોએ થર્મલ ગન,ફરજિયાત માસ્ક નો ઉપયોગ. સેનિટાઇઝેશન, સોશિયલ ડીસ્ટનસિંગ, સ્ટેગર્ડ લંચ ટાઇમ, સ્ટેગર્ડ એન્ટ્રી અને એકઝીટ ટાઇમ અને ક્રાઉડ ન થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે. એટલું જ નહિ જો તે શક્ય ન હોય તો કર્મચારીઓ માટે સલામત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સુનિશ્ચિત કરવાની રહેશે. જે વેપારી ધંધો શરૂ કરવા માંગે છે તેમણે પોતાના કર્મચારીઓનું થર્મલ ચેકીંગ કરવાનું રહેશે. તે સિવાય ફેક્ટરીનું સેનિટાઇઝેશન પણ કરવાની જવાબદારી વેપારીની રહેશે. ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રો શહેરી વિસ્તારના બહાર જે કામો ચાલુ છે તેને ફરીથી ચાલુ કરી શકાશે. શહેરી વિસ્તારમાં પણ બાંધકામ માટે મંજૂરી મેળવવાની રહેશે. શ્રમિકો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કર્યા બાદ કોઇ પણ વ્યક્તિએ મંજૂરી મેળવવાની રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget