શોધખોળ કરો

ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન

Gujarat work from home news: ખર્ચ અને પેટ્રોલ-ડીઝલ બચાવવા મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન; ખાનગી કંપનીઓ સાથે બેઠક કરી 'વર્ક ફ્રોમ હોમ'ને ફરી પ્રોત્સાહન અપાશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાત સરકાર પેટ્રોલ-ડીઝલ અને સરકારી ખર્ચ ઘટાડવા પગલાં લઈ રહી છે.
  • મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમો ઓનલાઈન યોજવાની તૈયારી છે.
  • મોટા શહેરોમાં 'વર્ક ફ્રોમ હોમ' કલ્ચર ફરીથી લાગુ કરવાની વિચારણા.
  • ખાનગી કંપનીઓ અને એસોસિએશનો સાથે બેઠક બાદ નિર્ણય લેવાશે.

Gujarat work from home news: ગુજરાત સરકાર હવે પેટ્રોલ-ડીઝલ અને સરકારી ખર્ચ બચાવવા માટે પૂરેપૂરા એક્શન મોડમાં આવી ગઈ છે. એક તરફ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમો હવે ઓનલાઈન (વર્ચ્યુઅલ) યોજવાની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ નોકરિયાત વર્ગ માટે પણ એક મોટા સમાચાર છે. રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ સંકેત આપ્યો છે કે, મોટા શહેરોમાં ટ્રાફિક અને ઈંધણનો વપરાશ ઘટાડવા માટે પ્રાઇવેટ કંપનીઓમાં ફરીથી 'વર્ક ફ્રોમ હોમ' (Work From Home) કલ્ચર લાવવા પર ગંભીરતાથી વિચારણા થઈ રહી છે.

અત્યારે રાજ્ય સરકાર ખર્ચ અને ઈંધણ ઘટાડવાના આ મોટા પ્લાનિંગ પર ઉચ્ચ સ્તરે કામ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના મોટાભાગના બહારના (આઉટડોર) સરકારી કાર્યક્રમો ડિજિટલ માધ્યમથી જ યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હેલિકોપ્ટર અને સરકારી ગાડીઓના ઉપયોગમાં કાપ મૂકીને એવિએશન ફ્યુઅલ અને પેટ્રોલ-ડીઝલની મોટી બચત કરવાનો સરકારનો સીધો ટાર્ગેટ છે. આનાથી સરકારનો સમય અને પૈસા બંને બચશે.

રાજ્યમાં જે રીતે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ સતત વધી રહ્યો છે, તેને કંટ્રોલ કરવા સરકારે નવા રસ્તાઓ વિચારવાનું શરૂ કર્યું છે. આ અંગે મંત્રી કુંવરજી બાવળિયાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોર્પોરેટ સેક્ટરમાં શક્ય હોય ત્યાં સુધી 'વર્ક ફ્રોમ હોમ'ને પ્રોત્સાહન આપવામાં આવશે. ખાસ કરીને મોટા શહેરોમાં લોકો રોજિંદા ઓફિસ જવા-આવવા માટે વાહનોનો ખૂબ ઉપયોગ કરે છે. જો તેમને ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવે, તો પેટ્રોલ-ડીઝલની બચતમાં આ પદ્ધતિ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.

પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો

મંત્રીએ વધુમાં એમ પણ સ્પષ્ટ કર્યું કે, આ મામલે સરકાર ટૂંક સમયમાં જ અનેક ખાનગી કંપનીઓ અને એસોસિએશનો સાથે બેઠક કરશે. તેમની સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી જ આ અંગે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જોકે, આ બધું લાગુ કરતા પહેલા વહીવટી નિયમો અને પ્રોટોકોલનું પૂરેપૂરું પાલન કરવામાં આવશે. ઉદ્યોગપતિઓ અને કર્મચારીઓ, બંનેને અનુકૂળ રહે તેવું આયોજન ગોઠવાશે. સરકારની આ હિલચાલ જોતા લાગી રહ્યું છે કે આવનારા સમયમાં કોર્પોરેટ સેક્ટરમાં 'વર્ક ફ્રોમ હોમ' ટ્રેન્ડ ફરી પાછો આવી શકે છે.

પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો

Frequently Asked Questions

ગુજરાત સરકાર પેટ્રોલ-ડીઝલનો ખર્ચ બચાવવા શું પગલાં લઈ રહી છે?

સરકાર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમો ઓનલાઈન યોજી રહી છે અને મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે 'વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા કરી રહી છે.

પ્રાઇવેટ કંપનીઓમાં 'વર્ક ફ્રોમ હોમ' કલ્ચર ફરીથી લાવવાનો શું ઉદ્દેશ છે?

મોટા શહેરોમાં ટ્રાફિક અને ઈંધણનો વપરાશ ઘટાડવો તેમજ પેટ્રોલ-ડીઝલની બચત કરવી એ તેનો મુખ્ય ઉદ્દેશ છે.

વર્ક ફ્રોમ હોમ અંગે સરકાર કોની સાથે બેઠક કરશે?

સરકાર આ અંગે ટૂંક સમયમાં અનેક ખાનગી કંપનીઓ અને એસોસિએશનો સાથે બેઠક કરશે.

વર્ક ફ્રોમ હોમ લાગુ કરતાં પહેલાં સરકાર શું સુનિશ્ચિત કરશે?

વહીવટી નિયમો અને પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે અને ઉદ્યોગપતિઓ તેમજ કર્મચારીઓને અનુકૂળ રહે તેવું આયોજન ગોઠવાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget