શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે છેલ્લા 10 દિવસમાં સૌથી ઓછા 'ટેસ્ટ' થયા

હાલ ગુજરાતમાં અનેક હોસ્પિટલોમાં દાખલ કોરોનાના દર્દીનો ૨૪થી ૪૮ કલાક અગાઉ ટેસ્ટિંગ કરવામાં આવેલું છે પણ તેમનો રીપોર્ટ સમયસર નહીં આવતો હોવાની ફરિયાદો સામે આવે છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે સરકારે કોરોના માટે ટેસ્ટની સંખ્યા જ ઘટાડી દીધી છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૫૨ ટેસ્ટ કરાયા છે અને તે છેલ્લા ૧૦ દિવસમાં સૌથી ઓછા છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ગુજરાતમાં અત્યારસુધી ૧,૮૯,૩૧૩ ટેસ્ટ કરાયા છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૯ પ્રમાણે ૬.૭૯ કરોડની વસતી છે. આમ, પ્રતિ ૧૦ લાખની વસતીએ ૨૭૦૦ વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવેલા છે. બીજી બાજુ મહારાષ્ટ્ર, તામિલનાડુમાં પણ કેસમાં ધરખમ ઉછાળો આવ્યો છે તેમ છતાં ટેસ્ટમાં કોઈપણ ઘટાડો કરવામાં આવ્યો નથી. તામિલનાડુમાં ૪.૨૧ લાખ, મહારાષ્ટ્રમાં ૩.૯૦ લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે હાલ સરકારી હોસ્પિટલોમાં જ ટેસ્ટિંગ થાય તેવી વ્યવસ્થા ગોઠવેલી છે. ખાનગી લેબમાં સરકારની મંજૂરી વગર કોરોના ટેસ્ટ પણ કરાતા નથી. જાણકારોના મતે ટેસ્ટ ઘટાડી સરકાર વાસ્તવિક સ્થિતિનો સામનો કરવાને સ્થાને પલાયનનો માર્ગ અપનાવી લીધો છે. જેમ વધુ લોકોના ટેસ્ટ થશે તેમ તેઓ અન્યને પણ સંક્રમિત કરવાથી અટકાવી શકશે. ટેસ્ટમાં જો પોઝિટિવ આવે તો તેમની ઝડપથી સારવાર પણ થઈ શકે છે. હાલ ગુજરાતમાં કોરોનાથી ઊંચા મૃત્યુદર મામલે સરકાર દ્વારા એવો બચાવ કરવામાં આવે છે કે કોરોનાના  દર્દીઓ સારવાર માટે મોડા આવતા હોવાથી મૃત્યુદર ઊંચો રહે છે. હાલ ગુજરાતમાં અનેક હોસ્પિટલોમાં દાખલ કોરોનાના દર્દીનો ૨૪થી ૪૮ કલાક અગાઉ ટેસ્ટિંગ કરવામાં આવેલું છે પણ તેમનો રીપોર્ટ સમયસર નહીં આવતો હોવાની ફરિયાદો સામે આવે છે. જેના કારણે તેમની સારવારમાં પણ એટલો જ વિલંબ થાય છે. આમ સરકારને કોરોનાના મૃત્યુદર પર અંકૂશ મેળવવા કરતાં કોરોનાના કેસની સંખ્યા કેમ ઓછી આવે તેમાં જ વધારે રસ છે. કયા રાજ્યોમાં સૌથી વધુ કોરોના ટેસ્ટ? રાજ્ય              કુલ ટેસ્ટ         પ્રતિ ૧૦ લાખની વસતીએ      કુલ કેસ        તામિલનાડુ      ૪,૨૧,૪૫૦     ૫૫૬૮                                     ૧૭૭૨૮ મહારાષ્ટ્ર          ૩,૯૦,૭૫૭     ૩૧૯૯                                     ૫૪૭૫૮ રાજસ્થાન         ૩,૩૭,૧૫૯     ૪૩૬૪                                    ૭૫૩૬ આંધ્ર પ્રદેશ       ૩,૨૨, ૭૧૪    ૬૧૮૦                                    ૨૯૮૩ ઉત્તર પ્રદેશ       ૨,૩૫,૬૨૨     ૧૦૪૭                                    ૬૭૨૪ ગુજરાત           ૧,૮૯,૩૧૩     ૨૭૪૩                                     ૧૪૮૨૯ દિલ્હી               ૧,૭૮,૫૭૯     ૯૦૧૩                                     ૧૪૪૬૫ પશ્ચિમ બંગાળ  ૧,૫૭,૨૭૭     ૧૬૨૩                                     ૭૦૨૪ મધ્ય પ્રદેશ     ૧,૩૮,૫૮૪     ૧૬૮૫                                      ૭૦૨૪ ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં કરાયેલા ટેસ્ટ-કેસ તારીખ       ટેસ્ટ         કેસ ૧૭ મે      ૫૧૯૩       ૩૯૧ ૧૮ મે      ૫૨૨૪       ૩૬૬ ૧૯ મે       ૫૮૫૧     ૩૯૫ ૨૦ મે       ૬૦૯૮    ૩૯૮ ૨૧ મે       ૫૩૮૧    ૩૭૧ ૨૨ મે       ૬૪૧૦    ૩૬૩ ૨૩ મે       ૫૫૦૫    ૩૯૬ ૨૪ મે       ૪૮૦૧    ૩૯૪ ૨૫ મે       ૩૪૯૨   ૪૦૫ ૨૬ મે       ૨૯૫૨    ૩૬૧ કુલ         ૫૦૯૦૭   ૩૯૪૦
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Embed widget