શોધખોળ કરો

સતત વધતા કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાત હાઈકોર્ટનું અવલોકન,  રાજ્યમાં ઈમરજન્સી જેવી સ્થિતિ 

ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજી ગણી છે. રાજ્યમાં ઈમરજન્સી જેવી સ્થિતિનું હોવાનું ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે. આ સાથે જ ગુજરાત હાઈકોર્ટે કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા પણ આદેશ કર્યો છે. આ સાથે જ કોવિડ 19ની કામગીરી પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે. આવતીકાલે ચીફ જસ્ટિસની બેંચ સુનાવણી કરશે. 

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.   રાજ્યમા સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં ઈમરજન્સી જેવી સ્થિતિ હોવાનું અવલોકન કર્યું છે. 

ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજી ગણી છે. રાજ્યમાં ઈમરજન્સી જેવી સ્થિતિનું હોવાનું ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે. આ સાથે જ ગુજરાત હાઈકોર્ટે કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા પણ આદેશ કર્યો છે. આ સાથે જ કોવિડ 19ની કામગીરી પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે. આવતીકાલે ચીફ જસ્ટિસની બેંચ સુનાવણી કરશે. 

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 5469 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 54નાં મૃત્યુ થયા છે.  રાજ્યના બે મોટા શહેરો અમદાવાદ અને સુરત માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર છે. આ બંને શહેરોમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. 

એક્ટિવ કેસ 27000ને પાર

રાજ્યમાં આજે 2976 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,15,127 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 27000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 27568 પર પહોંચ્યો છે. જેમાંથી 203 લોકો વેન્ટિલેટર પર અને 23365 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 90.69 ટકા છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત  કોર્પોરેશનમાં 16,  વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-5, બનાસકાંઠા 2, સુરત 2, અમદાવાદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1ન અને જામનગરમાં 1  મોત સાથે કુલ 54 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4800 પર પહોંચી ગયો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 1504,  સુરત કોર્પોરેશનમાં 1087, રાજકોટ  કોર્પોરેશનમાં 405, સુરત 361,  વડોદરા કોર્પોરેશનમાં 277, જામનગર 189,  વડોદરા 139, મહેસાણા 127, પાટણ 124, જામનગર 123, રાજકોટ 70, ભાવનગર કોર્પોરેશન 68,  ગાંધીનગર-56, મોરબી 54, કચ્છ 53, નર્મદા 50, બનાસકાંઠા 49, નવસારી 47, દાહોદ 46,  ગાંધીનગર કોર્પોરેશન-45,   અમરેલી-42, જૂનાગઢ કોર્પોરેશન 42, ભરુચ 41, જૂનાગઢ 41, પંચમહાલ 40, ખેડા 39, સાબરકાંઠા 37, આણંદ 31, વલસાડ 31, ભાવનગર 29, અમદાવાદ 28, અરવલ્લી 28, સુરેન્દ્રનગર 28, બોટાદ 27,  મહીસાગર 26 અને દેવભૂમિ દ્વારકા 21 કેસ નોંધાયા હતા. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 80,55,986 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 10,67,733 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 91,23,719 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં

Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત

ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?

IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો

Nostradamus Predictions 2025: નાસ્ત્રેદમસની 5 ખતરનાક ભવિષ્યવાણી, જે વર્ષ 2025માં થઈ શકે છે સાચી સાબિત!

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

Embed widget