શોધખોળ કરો

હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ

Gujarat Home Minister Orders: સામાન્ય નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય તેવી વ્યવસ્થા ગોઠવાશે.

  • પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા આદેશ.
  • સામાન્ય નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય તેવી વ્યવસ્થા ગોઠવાશે.
  • આ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા સૂચના.

Gujarat police listen citizens: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે જે રાજ્યભરના પોલીસ અધિકારીઓ અને પોલીસ મથકના વડાઓને સામાન્ય જનતાની ફરિયાદો અને સમસ્યાઓ સાંભળવા માટે ફરજ પાડે છે. લાંબા સમયથી, નાગરિકોએ ફરિયાદ કરી છે કે પોલીસ અધિકારીઓ તેમની વાત સાંભળવામાં નિષ્ફળ રહ્યા છે. આ નવા આદેશ સાથે, મુખ્યમંત્રીએ આ સમસ્યાને સંબોધવાનો પ્રયાસ કર્યો છે.

રાજ્યના તમામ પોલીસ મથકના વડા એવા પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા કચેરીમાં બેસવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યા છે. એટલું જ નહિ, આ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમોનું આયોજન નહિ કરવા પણ સૂચના આપી છે.

આ નિર્ણયથી હવે સામાન્ય નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય તેવી વ્યવસ્થાનું નિર્માણ થશે. આ માટે તમામ પોલીસ અધિકારીઓને કડક સૂચના આપવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ને સૂચન કરવામાં આવ્યું છે.

રાજ્યના દૂર દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સામાન્ય નાગરિકોને હવે પોતાની રજૂઆતો માટે છેક ગાંધીનગર સુધી આવવું ન પડે અને સ્થાનિક સ્તરેથી જ તેમની સમસ્યાનું નિરાકરણ આવી જાય તે ઉદ્દેશ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત કચેરીના વાળા હોય તેવા તમામ પોલીસ અધિકારી એ દર સોમવાર અને મંગળવારે અરજદારોને મુલાકાત માટે નિયત સમય ફાળવવાનો રહેશે.

આ ઉપરાંત અધિકારીઓ બેઠકો કે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમ્યાન કચેરીમાં મળી શકે તેવા જનહિત અભિગમ દાખવવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણયનો અમલ ત્વરિત અસરથી કરાવવાની રાજ્યના પોલીસ મહાનિદેશક ને સૂચનાઓ આપી છે.

આ પણ વાંચોઃ

આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો

Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય

Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ

Monkeypox:  દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સદસ્યતા અભિયાનમાં આ તો કેવી ગોઠવણ?Hun To Bolish | હું તો બોલીશ | દેશમાં ચૂંટણીઓ એક સાથે, ફાયદો કોને? નુકસાન કોને?BJP Membership Drive | હવે મહેસાણામાં ભાજપ સદસ્યતા અભિયાનનો વિવાદ, હોસ્પિટલના સ્ટાફ સામે લાગ્યો આરોપNavsari Rain | ગણદેવી અને બિલીમોરા તાલુકામાં ભારે વરસાદ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Monkeypox:  દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Monkeypox: દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Vinesh Phogat: જે વિનેશ ફોગાટને મળી હતી કરોડોની ઓફર, તેનું કોંગ્રેસમાં જોડાવાનું સાચું કારણ હવે આવ્યું સામે

Blood Group:  વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું નવું બ્લડ ગ્રુપ, જાણો ભવિષ્યમાં તેનાથી શું ફાયદા થશે

One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે

Rajput Samaj: મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગ સાથે રાજપૂત સમાજનું મહાસંમેલન

Embed widget