શોધખોળ કરો

ગુજરાતમાં 26 એપ્રિલે ચૂંટણી: મતદાર કાર્ડ ન હોય તો આ 14 પુરાવા બતાવીને કરી શકશો મતદાન

Gujarat local body elections 2026: રાજ્યની 15 મહાનગરપાલિકાઓ સહિતની પંચાયતો માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી થશે મતદાન; આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ જેવા વૈકલ્પિક દસ્તાવેજો પણ ચાલશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આવતીકાલે 26 એપ્રિલે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી યોજાશે.
  • 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયતની ચૂંટણી.
  • મતદાર ઓળખકાર્ડ ન હોય તો 14 વૈકલ્પિક પુરાવા ચાલે.
  • ચૂંટણી સવારે 7 થી સાંજે 6 સુધી ચાલશે.
  • 26 એપ્રિલ, 2026ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મહાનગરપાલિકા, પંચાયત વગેરે) માટે સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન થશે.
  • મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલું 'મતદાર ઓળખપત્ર' (Voter ID) સૌથી મહત્વનો દસ્તાવેજ છે.
  • જો વોટર ID ન હોય, તો આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પાસપોર્ટ સહિતના ૧૪ નિર્ધારિત અસલ દસ્તાવેજોમાંથી કોઈ પણ એક બતાવીને પણ વોટ આપી શકાશે.

Gujarat local body elections 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ આવતીકાલે એટલે કે 26 એપ્રિલ, 2026 ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સાથે જ 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકો માટે પણ પેટા ચૂંટણી થશે. આ તમામ બેઠકો માટે સવારે 7:00 વાગ્યાથી શરૂ કરીને સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.

મતદાન મથક પર વોટ આપવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલું મતદાર ઓળખપત્ર (Voter ID / EPIC) હોવું ખૂબ જરૂરી છે. પરંતુ જો કોઈ કારણસર તમારી પાસે અત્યારે મતદાર કાર્ડ નથી અથવા તો તે ક્યાંક મુકાઈ ગયું છે, તો તમારે મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. ચૂંટણી આયોગના નિયમ મુજબ, તમે નીચે દર્શાવેલા 14 વૈકલ્પિક દસ્તાવેજોમાંથી કોઈપણ એક અસલ પુરાવો બતાવીને પણ તમારી ઓળખ સાબિત કરી શકો છો અને તમારો કિંમતી વોટ આપી શકો છો.

જો વોટર ID ન હોય તો, આ 14 માંથી કોઈ એક પુરાવો સાથે રાખો:

  1. ફોટાવાળો ઓરિજિનલ પાસપોર્ટ
  2. ડ્રાઇવિંગ લાયસન્સ (જે ચૂંટણીની તારીખથી ઓછામાં ઓછા 1 મહિના પહેલા ઇશ્યૂ થયેલું હોય)
  3. પાન (PAN) કાર્ડ
  4. કેન્દ્ર કે રાજ્ય સરકાર, જાહેર સાહસો અથવા પબ્લિક લિમિટેડ કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓને આપવામાં આવેલું ફોટાવાળું ઓળખકાર્ડ (ID Card)
  5. બેંક અથવા પોસ્ટ ઓફિસની ફોટાવાળી પાસબુક (1 મહિના પહેલા ઇશ્યૂ થયેલી)
  6. SC/ST કે OBC વર્ગ માટે સક્ષમ અધિકારી દ્વારા અપાયેલું ફોટાવાળું પ્રમાણપત્ર
  7. ફોટાવાળું પેન્શન સર્ટિફિકેટ (જેમ કે માજી સૈનિકની પેન્શન બુક, વિધવા પેન્શન બુક કે વૃદ્ધાવસ્થા પેન્શન ઓર્ડર - 1 મહિના પહેલાનું)
  8. કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલું સ્વતંત્રતા સેનાનીનું ફોટાવાળું ઓળખકાર્ડ
  9. હથિયાર માટેનું ફોટાવાળું લાયસન્સ (1 મહિના પહેલા ઇશ્યૂ થયેલું)
  10. સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું દિવ્યાંગ વ્યક્તિનું ફોટાવાળું પ્રમાણપત્ર
  11. મનરેગા (MNREGS) યોજના હેઠળ અપાતું ફોટાવાળું જોબ કાર્ડ
  12. ESI યોજના હેઠળ આપવામાં આવેલું હેલ્થ કે ઓળખકાર્ડ
  13. નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) યોજના હેઠળ આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ
  14. UIDAI દ્વારા આપવામાં આવેલું આધાર કાર્ડ

Frequently Asked Questions

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યારે યોજાશે?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલ, 2026 ના રોજ યોજાશે. આ ચૂંટણી રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે થશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો સમય શું રહેશે?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન સવારે 7:00 વાગ્યાથી શરૂ થઈને સાંજે 6:00 વાગ્યા સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

જો મારી પાસે વોટર ID ન હોય તો હું શું કરી શકું?

જો તમારી પાસે વોટર ID ન હોય, તો તમે ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, અથવા આધાર કાર્ડ જેવા 14 વૈકલ્પિક દસ્તાવેજોમાંથી કોઈપણ એક બતાવીને તમારી ઓળખ સાબિત કરી શકો છો.

વોટ આપવા માટે કયા દસ્તાવેજો માન્ય ગણાશે?

વોટ આપવા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલું મતદાર ઓળખપત્ર (Voter ID / EPIC) જરૂરી છે. જો તે ન હોય, તો ફોટાવાળો પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, આધાર કાર્ડ જેવા 14 વૈકલ્પિક દસ્તાવેજો માન્ય ગણાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget