શોધખોળ કરો

Gujarat Corona : કયું પ્રસિદ્ધ મંદિર વધુ 7 દિવસ માટે ભક્તો માટે કરાયું બંધ? જાણો વિગત

ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર દ્વારા પણ બંધને લંબાવવાનો નિર્ણય લેવાયો છે.  આગામી ૨૭-૦૫-૨૦૨૧ સુધી દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ રહેશે. મંદિરની અંદર પૂજારી પરિવાર દ્વારા પારંપારિક સેવા અને નિત્યક્રમ રાબેતા મુજબ રહેશે. ભક્તો dwarkadhish.org પર ઓનલાઇન દર્શન કરી શકશે.

દ્વારકાઃ ગઈ કાલે રૂપાણી સરકારે મહાનગરો સહિત 36 શહેરોમાં લગાવેલા આંશિક લોકડાઉનમાં થોડી છૂટછાટ આપી છે. તેમજ અમુક ધંધાર્થીઓને સવારે 9થી 3 વાગ્યા સુધી ધંધો-રોજગાર કરવાની છૂટ આપવામાં આવી છે. કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ધંધા-રોજગાર શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. કોરોના મહામારીને પગલે રાજ્યના અનેક મંદિરો પણ ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યા છે. 

ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર દ્વારા પણ બંધને લંબાવવાનો નિર્ણય લેવાયો છે.  આગામી ૨૭-૦૫-૨૦૨૧ સુધી દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ રહેશે. મંદિરની અંદર પૂજારી પરિવાર દ્વારા પારંપારિક સેવા અને નિત્યક્રમ રાબેતા મુજબ રહેશે. ભક્તો dwarkadhish.org પર ઓનલાઇન દર્શન કરી શકશે.

કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે રાજ્ય સરકારે આજથી મોટા ભાગના વેપાર, ધંધા અને દુકાનોને સવારે નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ કરવાની છુટ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે આપેલી આ છુટથી નાના, મધ્યમ અને છુટક વેપારીઓના ધંધા ફરીથી શરૂ થશે. સાથે જ ગ્રાહકોને પણ જોઈતી વસ્તીની ખરીદી કરવાની તક મળશે.

હાલ રાજ્ય સરકારે સવારે નવથી બપોરના ત્રણ વાગ્યા સુધી તમામ 36 શહેરોમાં છુટ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યના કોરોના કર્ફ્યુ હેઠળના તમામ 36 શહેરોમાં 27 મે સુધી નાઈટ કર્ફ્યુ તો યથાવત જ રહેશે. પરંતુ સવારના નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ રહેશે.

આંશિક અનલોક વચ્ચે વેપારીઓ, દુકાનદારો, ગ્રાહકો અને નાગરિકોએ છુટછાટનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો રહેશે. કોઈપણ જગ્યાએ મોટી ભીડ ન થાય તેની કાળજી રાખવાની રહેશે. માસ્ક પહેર્યા વગર ફરનારા નાગરિકોને અને વેપાર ધંધા કરનારા વેપારીઓને આકરો દંડ કરવામા આવશે.

શું ખુલ્લું રહેશે ?

  • પાનના ગલ્લા
  • ચાની કિટલી
  • હેર સલૂ
  • હાર્ડવેરની દુકાનો
  • ઇલેક્ટ્રિકલ્સની દુકાનો
  • રેડીમેડ કપડાની દુકાનો
  • વાસણની દુકાનો
  • મોબાઈલની દુકાનો
  • હોલસેલ માર્કેટ
  • ગેરેજ-પંચરની દુકાનો

શું બંધ રહેશે ?

  • શૈક્ષણિક સંસ્થા
  • ટ્યુશન ક્લાસિસ
  • થિયેટરો
  • ઓડીટોરીયમ
  • એસેમ્બલી હોલ
  • વોટર પાર્ક
  • જાહેર બાગ-બગીચા
  • મનોરંજક સ્થળો
  • જીમ
  • સ્વિમિંગ પુલ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા વાવઝોડાની પરિસ્થિતિને પગલે તંત્ર કામમાં હોવાથી રાત્રિ કર્ફ્યૂ અને વધારાના નિયંત્રણો 18,19,20 મેના રોજ ત્રણ દિવસ સુધી મિનિ લોકડાઉન યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાજ્યના 36 શહેરોમાં જીવન જરૂરીયાતની દુકાનો સિવાય અનેક ધંધા-રોજગાર બંધ છે. તો રાત્રે 8થી સવારે 6 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ પણ લાગૂ છે. હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. તેને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વેપારીઓને મોટી છૂટ આપી છે. રાજ્યમાં મિનિ લોકડાઉનમાં થોડી રાહતો આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આજથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. લારી ગલ્લા સહિતની દુકાનો સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. તમામ દુકાનો 6 કલાક જ ખુલ્લી રાખી શકાશે.

ટોપ સ્ટોરી

ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

Embed widget