શોધખોળ કરો

Gujarat Mini Lockdown : ઉત્તર ગુજરાતની કઈ APMCમાં 18 મે સુધી નહીં થાય હરાજી?

વિસનગર એપીએમસીમા હરાજીનું કામકાજ 18 મે સુધી બંધ રહેશે. પહેલા 12 મે સુધી હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. સરકારની ગાઈડલાઇન મુજબ હવે 18 મે સુધી હરાજીનું કામકાજ બંધ  રહેશે.

મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, ત્યારે ગઈ કાલે રાજ્ય સરકારે મિનિ લોકડાઉન અને નાઇટ કર્ફ્યૂની મુદ્દતમાં વધારો કર્યો છે. હવે 18મી મે સુધી રાજ્યના 36 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ અને નિયંત્રણો અમલમાં રહેશે. ત્યારે ઉત્તર ગુજરાતની એક એપીએમસી દ્વારા પણ 18મી મે સુધી હરાજીનું કામકાજ બંધ રાખવાની જાહેરાત કરી છે. 

વિસનગર એપીએમસીમા હરાજીનું કામકાજ 18 મે સુધી બંધ રહેશે. પહેલા 12 મે સુધી હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. સરકારની ગાઈડલાઇન મુજબ હવે 18 મે સુધી હરાજીનું કામકાજ બંધ  રહેશે.

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં હવે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 10990 કેસ નોંધાયા છે. જેની સામે 15198 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 118 લોકોના મોત થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8629 પર પહોચ્યો છે. 

રાજ્યમાં આજે 15198 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,63,133 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,31,832 પર પહોંચ્યો છે. જેમાંથી 798 દર્દી વેન્ટિલેટર પર અને 1,31,034 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.04 ટકા છે.  

ક્યાં કેટલા મોત થયા ? 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશન-8,  વડોદરા કોર્પોરેશન 6 ,  મહેસાણામાં 6, વડોદરા 4, જામનગર કોર્પોરેશમાં 7, રાજકોટ કોર્પોરેશન 6,  જૂનાગઢ 6, સુરત-5, મહીસાગર-2, ભાવનગર કોર્પોરેશન-2, જુનાગઢ-6, આણંદ-1, જુનાગઢ કોર્પોરેશન-4, રાજકોટ-5, અમરેલી-1, બનાસકાંઠા-2, જામનગર-4,  પંચમહાલ-2, કચ્છ-5, ગીર સોમનાથ-2, અરવલ્લી-3,  ગાંધીનગર-3, સાબરકાંઠા-3, પાટણ-2, ભરુચ-2,  ભાવનગર-1, નવસારી-1, વલસાડ-1, દેવભૂમિ દ્વારકા-2, નર્મદા-1, સુરેન્દ્રનગર-1,  અમદાવાદ-1, તાપી-1, છોટાઉદેપુર-1ના મોત સાથે કુલ 118 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા.  

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3059 , સુરત કોર્પોરેશન-790,  વડોદરા કોર્પોરેશન 598,  મહેસાણામાં 418, વડોદરા-459, જામનગર કોર્પોરેશમાં 308, રાજકોટ કોર્પોરેશન 334,   જૂનાગઢ 224, સુરત-265, મહીસાગર-255, ભાવનગર કોર્પોરેશન-253, આણંદ-231, જુનાગઢ કોર્પોરેશન-229, રાજકોટ-219, અમરેલી-212, બનાસકાંઠા-212, જામનગર-208, ખેડા-198,  પંચમહાલ-183, કચ્છ-181, ગીર સોમનાથ-180, અરવલ્લી-166, દાહોદ-158, ગાંધીનગર-157, સાબરકાંઠા-149, પાટણ-145, ભરુચ-142, ગાંધીનગર કોર્પોરેશન-116, ભાવનગર-111, નવસારી-106, વલસાડ-106, દેવભૂમિ દ્વારકા-98, નર્મદા-96, સુરેન્દ્રનગર-91,  અમદાવાદ-68, તાપી-59, મોરબી-51, છોટાઉદેપુર-48, પોરબંદર-43, બોટાદ-34 અને ડાંગમાં 10 કેસ નોંધાયા હતા.   

રાજ્યના 8 મહાનગરો અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયું

રાજ્યના આઠ મહાનગરો અને 36 શહેરમાં ચાલી રહેલા રાત્રિ કર્ફ્યૂ (Night curfew) ની મુદત 18 મે સુધી લંબાવવામાં આવી છે. કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી..જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને  આજે મળેલી કોર કમિટીની બેઠકમાં કર્ફ્યૂનો સમય 18 મે સુધી લંબાવવામાં આવ્યો છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોતRajkot News: રાજકોટ શહેરમા અસાામજિક તત્વો બેફામ, ભક્તિનગર વિસ્તારમાં બાઈક પર આવેલ શખ્સે કરી તોડફોડNarmada VIDEO VIRAL : નર્મદામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
IND vs AUS: કોહલીની નજર સચિનના મહારેકોર્ડ પર, આટલા રન બનાવતા જ મેલબોર્નમાં રચશે ઈતિહાસ
IND vs AUS: કોહલીની નજર સચિનના મહારેકોર્ડ પર, આટલા રન બનાવતા જ મેલબોર્નમાં રચશે ઈતિહાસ  
Shyam Benegal Death: પંચતત્વમાં વિલીન થયા શ્યામ બેનેગલ, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર
Shyam Benegal Death: પંચતત્વમાં વિલીન થયા શ્યામ બેનેગલ, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર
Gold Rate Today : સોનામાં જોવા મળી તેજી, જાણી લો 24 અને 22 કેરેટનો લેટેસ્ટ ભાવ 
Gold Rate Today : સોનામાં જોવા મળી તેજી, જાણી લો 24 અને 22 કેરેટનો લેટેસ્ટ ભાવ 
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
Embed widget