શોધખોળ કરો
Advertisement
માધવસિંહ સોલંકીનો આ રેકોર્ડ તોડવા મોદીએ લગાવી દીધી હતી તમામ તાકાત, છતાં નહોતા થયા સફળ, જાણો વિગત...
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માધવસિંહ સોલંકીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે અને ગુજરાતમાં એક દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું આજે 94 વર્ષની વયે નિધન થયું હતું. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેઓ ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. ખામ થીયરી માટે જાણીતા માધવસિંહ સોલંકીના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે, જેને આજદિન સુધી કોઈ તોડી શક્યું નથી.
ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી. માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ કૉંગ્રેસ પાર્ટીના નેતા તરીકે તેઓ 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ 149 બેઠકો જીતાડીને ગુજરાતમાં કૉંગ્રેસનો સુરજ સોળે કળાએ ખીલવવામાં તેમનું મોટું યોગદાન રહ્યુ હતું. માધવસિંહનો આ રેકોર્ડ આજ દિન સુધી કોઈ તોડી શક્યું નથી. તત્કાલીન પ્રધાનમંત્રીએ આ રેકોર્ડ તોડવા તમામ તાકાત લગાવી દીધી હતી, તેમ છતાં સફળ થયા નહોતા. માધવસિંહ સોલંકી દેશના વિદેશ મંત્રી અને આયોજન મંત્રી પણ બન્યા હતા.
પત્રકાર અને સાહિત્યના બેકગ્રાઉન્ડમાંથી તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ કેન્દ્રમાં વિદેશમંત્રી પણ રહી ચૂક્યા છે. માધવસિંહ સોલંકી ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની સૌથી નજીક હતા.
તેઓ કોંગ્રેસના પીઢ નેતા હતા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માધવસિંહ સોલંકીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે અને ગુજરાતમાં એક દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના આજના તમામ કાર્યક્રમો રદ કરી નાંખ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે.
કારમાં જોવા મળે આ 5 સંકેત, તો તાત્કાલિક કરાવી લો સર્વિસ નહીંતર......
IND v AUS: વોર્નરને આઉટ કરવાની સાથે જ અશ્વિનના નામે નોંધાઈ મોટી સિદ્ધિ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement