શોધખોળ કરો

Gujarat Rain: આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે

હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગ, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી છે.

Gujarat Rain: હવામાન વિભાગના અનુમાન મુજબ ઓફ શોર ટ્રફ, સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યભરમાં આગામી 3થી 4 દિવસ વરસાદ પડવાનું અનુમાન છે. આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આવતી કાલે  કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં મૂશળધાર વરસાદની શક્યતા છે.

પવન અને ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગ, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી છે. અહીં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે ઉપરાંત 40 કિમીની ઝડપે પવન ફુંકાશે.

Gujarat Rain: આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે

રાજ્યમાં આજથી ચાર દિવસ ક્યાં પડશે વરસાદ

8 જૂલાઈના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, ભાવનગર, જામનગર, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ વરસશે.  9 જુલાઈના કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં મૂશળધાર વરસાદ વરસશે.   10 જુલાઈના કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  11 જુલાઈના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.            

અંબાલાલ પટેલે શું કર્યું છે આંકલન

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 12 જુલાઈ સુધીમાં ભારે વરસાદનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 10થી 15 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે.  નવા નીરથી નદીઓ તોફાની બનશે..દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યું છે.

Gujarat Rain: આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે

 રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ 40 લાખ હેક્ટર કરતા વધુ વિસ્તારમાં વાવેતર થયું હતું.  20.25 લાખ હેક્ટરમાં સૌથી વધુ કપાસ, તો 13.28 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે.  15.11 લાખ હેક્ટર જમીનમાં તેલિબીયાના પાકનું વાવેતર થયું છે.  ચોમાસાની સારી શરૂઆત ખરીફ પાકને ફળી છે. રાજ્યમાં 86 ટકા કપાસ, તો 70 ટકા મગફળીનું વાવેતર.. ધાન્ય પાકોનું સરેરાશ 8 ટકા, કઠોળ પાકોનું 11 ટકા વાવેતર થયું છે.ભારે વરસાદથી રાજ્યના જળાશયો પણ ઓવરફલો થયા છે.  27 જળાશયો હાઈએલર્ટ પર છે તો 11 એલર્ટ, તો 13 જલાશયો પર વોર્નિંગ પર છે. 206 પૈકી 155 જળાશયોમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.ઉપરવાસમાં વરસેલા સારા વરસાદથી સરદાર સરોવર ડેમની જળસપાટી પહોંચી 122.84 મીટરે પહોંચી છે. ડેમમાં કુલ 57.31 ટકા જળસંગ્રહ છે. 23 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થતા વીજ ઉત્પાદનના CHPHના એક પાવર યુનિટને ચાલુ કરી દેવાયુ છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget