Gujarat Monsoon: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ, વલસાડના કપરાડામાં 10 ઈંચ ખાબક્યો
રાજ્યના 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં સવા 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. નવ તાલુકામાં પોણો પોણો ઈંચ અને 13 તાલુકામાં અડધો અડધો ઈંચ વરસાદ ખાબક્યો છે.
Gujarat Monsoon: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અવિરત મેઘમહેર ચાલુ છે. ફ દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વલસાડ જિલ્લાના કપરાડામાં 9 ઈંચ કરતા પણ વધુ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યના 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં સવા 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. નવ તાલુકામાં પોણો પોણો ઈંચ અને 13 તાલુકામાં અડધો અડધો ઈંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું અનુમાન
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તરગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતો માછીમારોને ચાર દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદના અનુમાનને જોતા સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી સહિત ભાવનગર અને વલસાડમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના સાત જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, તો છ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે.
છેલ્લા 24 કલાકના આંકડા
- વલસાડના કપરાડામાં સવા 10 ઈંચ વરસાદ
- દ્વારકાના ખંભાળીયામાં સાડા 8 ઈંચ વરસાદ
- જૂનાગઢના વિસાવદરમાં આઠ ઈંચ વરસાદ
- વલસાડના પારડીમાં સાડા છ ઈંચ વરસાદ
- વડોદરા તાલુકામાં પાંચ ઈંચ વરસાદ
- વલસાડના ધરમપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ
- તાપીના ડોલવણમાં સવા ચાર ઈંચ વરસાદ
- વલસાડ તાલુકામાં સવા ચાર ઈંચ વરસાદ
- વડોદરાના પાદરામાં પોણા ચાર ઈંચ વરસાદ
- વલસાડના ઉમરગામ, વાપીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- દ્વારકાના કલ્યાણપુરમાં સવા ત્રણ ઈંચ વરસાદ
- નવસારીના ચીખલીમાં સવા ત્રણ ઈંચ વરસાદ
- ભાવનગરના મહુવામાં ત્રણ ઈંચ વરસાદ
- દ્વારકા, પેટલાદમાં સવા બે ઈંચ વરસાદ
- જૂનાગઢ શહેર અને તાલુકામાં બે ઈંચ વરસાદ
- નવસારી, તાલાલા, જાંબુઘોડામાં બે બે ઈંચ વરસાદ
- ધોરાજી, ઉમરપાડા, ખેરગામમાં પોણા બે ઈંચ વરસાદ
- બોરસદ, વાંસદા, ગણદેવીમાં પોણા બે ઈંચ વરસાદ
Heavy to Very Heavy with Extremely Heavy Rainfall observed during 0830 hrs IST 20th July to 0830 hrs IST 21th July Today:#monsoon2023 #weather #WeatherUpdate #rain #monsoonseason@moesgoi@DDNewslive@ndmaindia@airnewsalerts pic.twitter.com/cKa0ue9VGc
— India Meteorological Department (@Indiametdept) July 21, 2023
- મહુવા, સાંતલપુર, વઘઈમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- દાંતા, મેંદરડા, ભેંસાણમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- વડીયા, થાનગઢ, આહવામાં સવા સવા ઈંચ વરસાદ
- આંકલાવ, જલાલપોર, કેશોદમાં એક એક ઈંચ વરસાદ
Join Our Official Telegram Channel: