ખેડૂતો માટે રાહતના સમાચાર: ચોમાસું આજથી ફરી સક્રિય થશે! અમદાવાદમાં મૂશળધાર વરસાદની આગાહી
Gujarat Rain Updates: ચોમાસું (Monsoon) અટવાતા રાજ્યના 31 જિલ્લાઓમાં વરસાદ (Rain)ની ઘટ નોંધાઈ છે. જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 66% અને ગુજરાતમાં 74% ઓછો વરસાદ (Rain) થયો છે.
![ખેડૂતો માટે રાહતના સમાચાર: ચોમાસું આજથી ફરી સક્રિય થશે! અમદાવાદમાં મૂશળધાર વરસાદની આગાહી gujarat monsoon rains resume farmers relief ahmedabad heavy rain ખેડૂતો માટે રાહતના સમાચાર: ચોમાસું આજથી ફરી સક્રિય થશે! અમદાવાદમાં મૂશળધાર વરસાદની આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/20/8a93caf46c18f301c4db560b119b5217171885256826875_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસા (Monsoon) માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજથી ચોમાસું (Monsoon) ફરી સક્રિય થશે અને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ (Rain) થશે.
11 જૂને ચોમાસું (Monsoon) નવસારીમાં પ્રવેશ્યું હતું, પરંતુ નબળી સિસ્ટમના કારણે તે આગળ વધી શક્યું નહોતું. હવે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે 25 જૂન સુધીમાં અમદાવાદમાં મૂશળધાર વરસાદ (Rain) થવાની શક્યતા છે.
આજે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને વડોદરામાં વરસાદ (Rain) થશે. આ સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.
જો કે, ચોમાસું (Monsoon) અટવાતા રાજ્યના 31 જિલ્લાઓમાં વરસાદ (Rain)ની ઘટ નોંધાઈ છે. જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 66% અને ગુજરાતમાં 74% ઓછો વરસાદ (Rain) થયો છે.
છતાં, આગામી દિવસોમાં વરસાદ (Rain)ની ઘટ ઓછી થવાની શક્યતા છે. દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ગઈકાલે બપોરે બે ઈંચ વરસાદ (Rain) પણ નોંધાયો હતો.
વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ
વલસાડ જિલ્લાના વાપી અને ઉમરગામ શહેરમાં ગુરુવારે સાંજે ભારે વરસાદ થયો હતો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.
વરસાદના કારણે વાપીના હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો અને વાહનોની ગતિ ધીમી પડી હતી. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઉમરગામ તાલુકાના સારીગામ અને સંજાણ ગામમાં પણ વરસાદ ખૂબ જ ઘણો થયો હતો. વરસાદના કારણે બજારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને છત્રી અને રેનકોટનો ઉપયોગ કરવો પડ્યો હતો. ઘણા લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયું હતું.
વલસાડ શહેરમાં ગુરુવાર મધ્યરાત્રિથી શુક્રવાર સવાર સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો. વરસાદના કારણે શહેરના મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું. ઘણા અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા જ્યાં પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ નથી.
વરસાદ ધીમો થતાં હવે રાહત મળી છે. વહેલી સવારે વરસાદના કારણે સમગ્ર વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ગુજરાતમાં ચોમાસા માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજથી ચોમાસું ફરી સક્રિય થશે અને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે.
11 જૂને ચોમાસું નવસારીમાં પ્રવેશ્યું હતું, પરંતુ નબળી સિસ્ટમના કારણે તે આગળ વધી શક્યું નહોતું. હવે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે 25 જૂન સુધીમાં અમદાવાદમાં મૂશળધાર વરસાદ થવાની શક્યતા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)