(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain: રાજ્યમાં આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ
Gujarat Monsoon: આગામી 3 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
Gujarat Rain: ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, ડાંગ,નવસારી, વલસાડમાં રાતભર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 કલાક દરમિયાન વરસાદની આગાહી કરી છે.
આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આગામી 3 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, ગીર સોમનાથ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ, દાદર અને નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના છે.
નવસારી તાલુકમાં રાત્રે છ કલાકમાં જ 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 11 ઈંચ વરસાદથી નવસારીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા રસ્તા અને ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. નવસારી જિલ્લામાં અગાઉથી જ શાળામાં રજા જાહેર કરાઈ ચૂકી છે. ભારે વરસાદના કારણે નવસારીના માછી માર્કેટમાં પાણી ભરાયા હતા. માર્કેટમાં ઘૂંટણ સુધી પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદથી પૂર્ણા નદીની જળસપાટી વધતા નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરાયું હતું. રાત્રે અનેક પોશ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. નવસારીના કાલીયાવાડીના આદર્શનગર, શાંતિવન સોસાયટી, ભૂતફળિયા અને રાજીવનગરમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. અનેક પરિવારો સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ને તમામ શાળામાં રજા જાહેર કરી છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારીમાંથી પસાર થતી નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. પૂર્ણા નદીની સપાટી 22 ફૂટ ને પાર કરી ગઈ છે. પૂર્ણા નદી એની ભયજનક સપાટી થી 1 મીટર દૂર છે. નીચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ઔરંગા નદીના જળસ્તરમાં વધારો થયો હતો. વલસાડનું હનુમાન ભાગડા ગામ સંપર્ક વિહોણું થયું હતું. મધુબન ડેમના 10 દરવાજા ચાર મીટર સુધી ખોલાયા હતા.
આ પણ વાંચોઃ
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આભ ફાટ્યું, મહુવામાં 24 કલાકમાં સાંબેલાધાર 12 ઇંચ વરસાદ પડ્યો
Join Our Official Telegram Channel: