શોધખોળ કરો

Gujarat Monsoon Round Up: ગુજરાતમાં આજે કઈ કઈ જગ્યાએ પડ્યો વરસાદ, જાણો એક ક્લિકમાં

Monsoon Update: વરસાદને લઈને રાજ્યવાસીઓ માટે સારા સમાચાર છે. રાજ્યમાં ટૂંક સમયમાં ગરમીમાંથી રાહત મળશે. 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળશે.

Monsoon Update: વરસાદને લઈને રાજ્યવાસીઓ માટે સારા સમાચાર છે. રાજ્યમાં ટૂંક સમયમાં ગરમીમાંથી રાહત મળશે. 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળશે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 2 દિવસ પુરા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર. અમરેલી. ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદી માહોલ રહેશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે. ભેજ વાળા પવનને લઈને વરસાદી માહોલ રહેશે. વાતાવરણ બદલાતા તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થશે. તાપમાન ઘટતા અને વરસાદ પડતાં લોકોને ગરમી માંથી મળશે રાહત

આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ

  • અમરેલીના સાવરકુંડલા તાલુકામાં સતત ચોથા દિવસે મેઘમહેર થઈ છે. વીજપડી ગામમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. ચોથા દિવસે પણ સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમા ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વીજપડી, ગોરડકા, ખડસલી, ભમર, છાપરી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં  વરસાદના કારણે વાતાવરણમાં ઠંકક પ્રસરી ગઈ છે.
  • અમરેલીના ધારીના ગીર કાંઠા વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. ધારીના દલખાણીયા, ખીચા ,દેવળા અને ડાભાળી જીરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.
  • વિસાવદર પંથકમાં ઝરમર વરસાદ પડ્યો છે. ભારે ઉકળાટ વચ્ચે હળવા ઝાપટાં પડ્યા છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું.
  • ગીર ગઢડામાં વરસાદનું આગમન થયું છે. ગીર ગઢડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. ફ્રરેડા, જાખીયા, બાબરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
  • જૂનાગઢમાં પણ વરસાદના વાવડ છે. આઝાદ ચોક વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો છે. જેના કારણે બફારાથી આંશિક રાહત મળી છે. જૂનાગઢમાં  વહેલી સવારથી વાદલછાયું વાતાવરણ હતું. ભેંસાણા તાલુકાના અલગ અલગ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદના અહેવાલ છે.
  • વલસાડ જિલ્લા ના ધરમપુર માં વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ધરમપુર ના અલગ અલગ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. કેરીની સિઝન ના છેલ્લા સમયે વરસાદ આવતા અને કેરી મોડી આવતા હાલ કેરી ના ખેડૂતો ની ચિંતા વધી છે, જયારે અન્ય પાક લેતા ખેડૂતો એ જમીન ખેડવાની શરૂઆત કરી હતી. કપરાડા , નાનાપોઢા, પારડી, ,ચીવલ ,અરનાલા વિસ્તાર વરસાદ છે. વરસાદી માહોલ ને પગલે રસ્તા પાણી પાણી થયા છે.
  • કવાંટના વાતાવરણમાં પલટો આવ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ આવ્યો છે. મેઘરાજાની પધરામણીથી લોકોમાં આનંદ છવાઈ ગયો.
  • જેતપુર પંથકના વાતાવરણ પલટો આવ્યો છે. સવારે અસહ્ય ઉકળાટ બાદ વરસાદી છાંટા પડ્યા છે. સરધારપુર સહિતના ગામોમાં વરસાદી છાંટાના અહેવાલ છે. જેતપુરમાં રબારીકા રોડ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે, જેતપુર શહેરમાં વરસાદી છાટા પડી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના જેતલસર ,સાંકળી,પાચપીપડા સહિતના ગામોમાં વરસાદ છે. જેના કારણે અસહ્ય ગરમીમાંથી લોકોને મળી રાહત મળી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Embed widget