શોધખોળ કરો
Advertisement
Gujarat Municipal Election 2021: અમદાવાદ મનપામાં 150થી વધુ બેઠકો પર જીત સાથે ભાજપે રચ્યો ઈતિહાસ
અમદાવાદ મનપાના કુલ 48 વોર્ડની 192 બેઠકમાંથી 159 બેઠક ભાજપે કબજો કર્યો હતો જ્યારે કૉંગ્રેસના ખાતામાં 25 બેઠક આવી હતી.
અમદાવાદ: રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. અમદાવાદમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન થયું છે અને 150થી વધુ બેઠકો પર જીત સાથે ભાજપે ઈતિહાસ સર્જ્યો છે. અમદાવાદમાં ભાજપે પહેલીવાર 159 બેઠકો જીતી હતી. ભાજપે અમદાવાદ મનપામાં ચોથી વખત સત્તા મેળવી છે.
અમદાવાદ મનપાના કુલ 48 વોર્ડની 192 બેઠકમાંથી 159 બેઠક ભાજપે કબજો કર્યો હતો જ્યારે કૉંગ્રેસના ખાતામાં 25 બેઠક આવી હતી. ઓવૈસીની પાર્ટી AIMIMને 7 બેઠક પર જીત સાથે ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી છે. જ્યારે અન્યને 1 બેઠક મળી હતી. કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને AIMIMએ જમાલપુરમાં આખી પેનલ અને મકતમપુરામાં ત્રણ બેઠક પર કર્યો કબજો છે.
કોગ્રેસના ઉમેદવાર અને પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્માની થઈ થઈ હતી. ચૂંટણીમાં કૉગ્રેસની કારમી હાર બાદ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion