Ahmedabad: 44 ડિગ્રી તાપમાન વચ્ચે ટ્રાફિકની જવાબદારી સંભાળી રહ્યા છે ગુજરાત પોલીસના જવાનો, જુઓ વીડિયો
અમદાવાદ: ગુજરાતમાં હાલ આકાશમાંથી જાણે અગન વર્ષા થતી હોય તેવી પરિસ્થિતિ છે. બપોરના 11 વાગ્યા બાદ ગરમીનો પારો 40 ને વટીને સતત વધતો જાય છે ત્યારે પોલીસ જવાનો 42 થી 44 ડીગ્રી તાપમાનમાં પણ પોતાની ફરજ બજાવતા હોય છે.
અમદાવાદ: ગુજરાતમાં હાલ આકાશમાંથી જાણે અગન વર્ષા થતી હોય તેવી પરિસ્થિતિ છે. બપોરના 11 વાગ્યા બાદ ગરમીનો પારો 40 ને વટીને સતત વધતો જાય છે ત્યારે પોલીસ જવાનો 42 થી 44 ડીગ્રી તાપમાનમાં પણ પોતાની ફરજ બજાવતા હોય છે.
સૌ પ્રથમ વાત કરીએ તો બોટાદની તો અહીં શહેર તેમજ જિલ્લાના ટ્રાફિક જવાનો, ટીઆરબી તેમજ હોમ ગાર્ડના જવાનો હાલમાં 42 ડીગ્રી તાપમાન વચ્ચે પણ પોતાની ફરજ બજાવતા હોય છે. ત્યારે બોટાદ શહેરના હવેલી ચોક ખાતે હાલ બોટાદ શહેરના ટ્રાફિક પોલીસ જવાનો તેમજ ટ્રાફિક ઈન્ચાર્જ પી.એસ.આઈ. સહિતનો સ્ટાફ ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરતા જોવા મળ્યા હતા. ટ્રાફિક પોલીસ દ્રારા શહેરમાં સતત વાહનો પસાર થતા હોય છે જે ગમે ત્યાં પાર્કિંગ તેમજ લોકો વન વે પાર્કિંગમાં નિયમ ભંગ ન કરે અને અન્ય વાહન ચાલકોને તકલીફ ન પડે તેને લઈ ટ્રાફિક પોલીસ દ્રારા કામગીરી કરવામાં આવી રહી છે. માત્ર પોલીસના જવાનો નહિ પણ ટી.આર.બી. તેમજ હોમ ગાર્ડના જવાનો પણ પોલીસની આ કામગીરીમાં ધોમધખતા તાપમાં પણ પોતાની ફરજ પર કામ કરી રહ્યા છે.
આ બાબતે ટ્રાફિક પોલીસના ઈન્ચાર્જ દ્રારા જણાવવામાં આવેલ કે, વર્ષ દરમ્યાન શિયાળો હોય ચોમાશું હોય કે ઉનાળો હોય ફરજ પર કામ કરવું પડે તેના ભાગ રૂપે અમે કામ કરી રહ્યા છીએ અને કોઈ કુદરતી આફત હોય વાવાજોડું હોય અમે કામ કરતા હોય છે. હાલ ખૂબ ગરમી હોય તેમ છતાં અમે કામ કરીએ છીએ અને આ તાપથી બચવા ઠંડા પાણી, શરબત સહિતનો સહારો પણ લેવો પડતો હોય અને લોકોને પણ એ.બી.પી. ના માધ્યમ થી અપીલ કરીએ છીએ કે જો, કામ ન હોય તો બપોરના સમયે સિનિયર સીટીઝન અને બાળકોને બહાર ન નીકળવું જોઈએ. હાલ તો ગરમી વચ્ચે બહાર નીકળવું પણ ખૂબ કઠિન છે ત્યારે પોતાની ફરજ સમજી કામ કરતા ટ્રાફિક પોલીસની કામગીરીને સો સો સલામ.
તો બીજી તરફ અમરેલી જિલ્લામાં ગરમીનો પારો ઊંચકાયો છે. 44 ડિગ્રી તાપમાન નોંધાય છે ત્યારે ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનો ભર ઉનાળે કાળજાળ ગરમી વચ્ચે ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યા છે. જિલ્લાભરમાં તાપમાનનો પારો ઊંચકાયો છે અગન વર્ષા થતી હોય તે પ્રકારની કાળજાળ ગરમી પડી રહી છે. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે પોલીસ જવાન ખડેપગે પોતાની ડ્યુટી બજાવી રહ્યા છે. લોકોને અગવડતા ટ્રાફિકની નો પડે તે માટે ધોમ ધખતા તાપ ટ્રાફિક પોઇન્ટ ઉપર ફરજ બજાવી રહ્યા છે.
ફરજની સાથો સાથ સેવાકીય પ્રવૃત્તિ પણ કરી રહ્યા છે. ભર ઉનાળે લોકો પાણી અને ઠંડા પીણા લઈને ગરમીથી રાહત મેળવી રહ્યા છે ત્યારે સાવરકુંડલાના બસ સ્ટેન્ડ પોઈન્ટ વિસ્તારમાં પોલીસ પરિવાર દ્વારા પોલીસ ચોકીની બાજુમાં એક મોટો પાણીનો પરબ બનાવવામાં આવ્યો હતો. પશુ પંખીઓ માટે પાણીની કુંડી મૂકવામાં આવી હતી. થોડા દિવસ પહેલા શહેરમાં ડીમોલેશન આવતા પોલીસ ચોકી અને પાણીનો પરબ કાઢી નાખવામાં આવેલ. હાલ ટ્રાફિક પોઇન્ટ ઉપર માટીની નાન રાહદારીઓ માટે રાખવામાં આવી છે કાયમને માટે આ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાન દ્વારા ભરવામાં આવી રહી છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી પસાર થતા લોકો કાળજાળ ગરમીમાં પાણી પીને ગરમીથી રાહત મેળવી રહ્યા છે.