Gujarat Police Twitter: ગુજરાત પોલીસનું ટ્વીટર હેન્ડલ હેક થયું, હર્ષ સંઘવીએ આપી માહિતી
ગુજરાત પોલીસ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્ટીવ છે. જો કે, આજે થોડા સમય માટે ગુજરાત પોલીસનું ટ્વીટર હેન્ડલ હેક થઈ ગયું હતું.
Gujarat Police Twitter hacked: ગુજરાત પોલીસ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્ટીવ છે. જો કે, આજે થોડા સમય માટે ગુજરાત પોલીસનું ટ્વીટર હેન્ડલ હેક થઈ ગયું હતું. ગુજરાત પોલીસનું ટ્વીટર હેક થયા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર ઘણા બધા લોકોએ ગુજરાત પોલીસના ટ્વીટર હેન્ડલના સ્ક્રિન શોટ શેર કરીને માહિતી શેર કરી હતી. જો કે, એક કલાક જેટલા સમય બાદ ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ રિસ્ટોર થઈ ગયું હતું.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યું ટ્વીટઃ
ગુજરાત પોલીસનું ટ્વીટર હેન્ડલ હેક થયા બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને આ અંગે રાજ્યની જનતાને માહિતી આપી હતી. હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, તમને બધાને અવગત કરું છું કે, ગુજરાત પોલીસનું ઓફિશીયલ ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. બધાને વિનંતી છે કે, જણાવવામાં ના આવે ત્યાં સુધી ગુજરાત પોલીસના એકાઉન્ટ પરથી આવતા સંદેશ કે માહિતીને પ્રતિસાદ કે પ્રતિક્રીયા ના આપવી."
IMPORTANT
— Harsh Sanghavi (@sanghaviharsh) July 11, 2022
This is to make everyone aware that the official handle (Twitter) of Gujarat Police has been hacked.
Requesting not to respond to the messages or any information shared by them till the further notice.
Thank You 🙏
ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ હેક થયા બાદ ગુજરાત પોલીસના ટ્વીટર હેન્ડલના હોમ પેજ પર વિચિત્ર અંગ્રેજી અક્ષરોમાં ટેસ્લાના CEO એલોન મસ્કનું નામ બતાવી રહ્યું હતું.
What ?@GujaratPolice account hacked ?#GujaratPolice #Gujarat #Hack #ElonMusk pic.twitter.com/7oXbSquikd
— Gujarat Youth Congress (@IYCGujarat) July 11, 2022
જો કે, હાલ ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ રિસ્ટોર થઈ ગયું છે. હાલ ગુજરાત પોલીસનું નામ પણ બરાબર બતાવી રહ્યું છે.