શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ

સુરત, નવસારી, તાપી,ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતાને પગલે દરિયો તોફાની રહેતા પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Gujarat Monsoon: દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે. આજે સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતાને પગલે દરિયો તોફાની રહેતા પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના  આપવામાં આવી છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં સવા ચાર ઈંચ વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 184 તાલુકામાં ખાબક્યો વરસાદ

  • બનાસકાંઠાના દાંતીવાડામાં સવા ચાર ઈંચ વરસાદ
  • ખેડાના નડીયાદમાં સવા ત્રણ ઈંચ વરસાદ
  • બનાસકાંઠાના દાંતા, ડીસામાં પોણા ત્રણ ઈંચ વરસાદ
  • ખેડાના મહુધામાં  પોણા ત્રણ ઈંચ વરસાદ
  • તાપીના ડોલવણમાં સવા બે ઈંચ વરસાદ
  • પંચમહાલના ગોધરામાં બે ઈંચ વરસાદ
  • ખેડાના કપડવંજમાં પોણા બે ઈંચ વરસાદ
  • ડાંગના સુબીરમાં પોણા બે ઈંચ વરસાદ
  • બનાસકાંઠાના અમીરગઢમાં પોણા બે ઈંચ વરસાદ
  • રાધનપુર, વડગામ, દિયોદરમાં પોણા બે ઈંચ વરસાદ
  • મહુવા, પાલનપુર, પલસાણા, પોશીનામાં દોઢ ઈંચ વરસાદ
  • વાંસદા, ખેડબ્રહ્મા, ખેડામાં દોઢ ઈંચ વરસાદ
  • ચીખલી, માતર, હળવદ, લીમખેડા, ઉમરેઠમાં સવા ઈંચ વરસાદ
  • મહેમદાવાદ, ડેસર, વઘઈ, ઠાસરા, વાસો, આહવામાં સવા ઈંચ વરસાદ

સુરતમાં શરૂ થયો વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં વરસાદ શરૂ થયો છે. શહેરના વરાછા, પુણા, અઠવા ગેટ, મજુરા, રાંદેર, અડાજણ, પીપલોજ, રિંગરોડ, ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં વરસાદ છે.

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કેટલો થયો વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  કચ્છમાં 134 ટકા, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો  108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા તો મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 59 ટકા વરસાદ પડી ચૂક્યો છે.  ભારે વરસાદથી રાજ્યના 46 તાલુકામાં અત્યાર સુધીમાં છે 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છના સાત, રાજકોટના પાંચ, જૂનાગઢના 10 તાલુકામાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદ જિલ્લાના બે બે તાલુકામાં  100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે

અમદાવાદમાં હળવા વરસાદની આગાહી

24 ઈંચ સાથે અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. જિલ્લામાં ધંધુકામાં સૌથી વધુ 110 ટકા, તો બાળવામાં સૌથી ઓછો 30 ટકા વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી  છે.    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget