શોધખોળ કરો

1, 2 નહીં 3 વરસાદી સિસ્ટમ સક્રિયા થતાં 7 દિવસ અતિભારે વરસાદ વરસશે, જાણો ક્યા જિલ્લામાં આવશે આફત

Gujarat Weather Alert: કચ્છ, જામનગર, બનાસકાંઠા સહિત 7 જિલ્લામાં 'અતિભારે' વરસાદ માટે ઓરેન્જ એલર્ટ; મોટાભાગના જિલ્લાઓમાં 'ભારે' વરસાદનું પૂર્વાનુમાન.

  • આગામી 7 દિવસ ગુજરાતમાં સારો વરસાદ - IMD દ્વારા ત્રીન ટકા વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનો દાવો.
  • કચ્છ, જામનગર, બનાસકાંઠા સહિત 7 જિલ્લામાં આજે ‘ઓરેન્જ એલર્ટ’ સાથે અતિભારે વરસાદની આગાહી.
  • 20થી વધુ જિલ્લામાં ‘યેલો એલર્ટ’: લોકોને સલામતી માટે બહાર ન નીકળવાની સૂચના.
  • બિકાનેર-બંગાળ ટ્રફ લાઇન અને સાઇક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદી માહોલ વધુ મજબૂત.
  • ભારે વરસાદથી ખેડૂતોમાં આશા પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ પણ વધ્યું.

Gujarat Rain Alert: ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સારો વરસાદ થવાની આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે. હાલમાં કુલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યભરમાં ચોમાસું જોર પકડશે. આ સિસ્ટમ્સમાં બિકાનેરથી બંગાળની ખાડી તરફ પસાર થતી એક ટ્રફ લાઇન, દક્ષિણ રાજસ્થાન તરફથી બંગાળની ખાડીમાં પસાર થતી બીજી ટ્રફ લાઇન અને એક સક્રિય થયેલું સાઇક્લોનિક સર્ક્યુલેશનનો સમાવેશ થાય છે, જેના કારણે આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

આજે ક્યાં પડશે અતિભારે વરસાદ?

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારો માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, અને તંત્ર તથા લોકોને વિશેષ સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.

આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી (યેલો એલર્ટ)

ઉપરોક્ત જિલ્લાઓ ઉપરાંત, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારો માટે 'યેલો એલર્ટ' જારી કરાયું છે, અને લોકોને સાવચેત રહેવા તથા બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના અપાઈ છે.

આવતીકાલ માટે વરસાદનું પૂર્વાનુમાન

આવતીકાલે એટલે કે જુલાઈ 4 ના રોજ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદને લઈને 'યેલો એલર્ટ' આપવામાં આવ્યું છે.

આ સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ્સને કારણે રાજ્યના ખેડૂતો માટે આશા જાગી છે, જોકે નીચાણવાળા વિસ્તારો અને શહેરોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં ચોમાસું સક્રિય રહેશે અને સારો વરસાદ નોંધાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Embed widget