Gujarat Rain: રાજ્યના આ ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી, શાળા-કોલેજોમાં જાહેર કરાઈ રજા
Gujarat Rain: રાજ્યના ચાર જિલ્લાની શાળા-કોલેજોમાં આજે રજા જાહેર કરાઈ છે. કચ્છમાં વરસાદના રેડ એલર્ટના કારણે સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.

Gujarat Rain: રાજ્યના ચાર જિલ્લામાં વરસેલા ભારે વરસાદ અને હજુ આજે પણ વરસાદનું જોર રહેવાની શક્યતાને ધ્યાને લઈ શાળા- કોલેજ અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં હજુ એક કલાક વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. ત્યારબાદ પણ વરસાદનું જોર યથાવત રહેવાનું અનુમાન છે. ત્યારે જિલ્લાની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાને પરિપત્ર કરી સ્કૂલો-કોલેજો અને આંગણવાડીમાં રજા જાહેર કરવાનો પરિપત્ર કર્યો છે.
આ તરફ ખેડા જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. તો ઉપરવાસમાં પણ સારા વરસાદથી નદીના જળસ્તર વધ્યા છે અને ગામમાં પાણી ઘૂસવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે ખેડા જિલ્લા શિક્ષણાધિકારીએ પણ પરિપત્ર જાહેર કરી શાળા- આંગણવાડીમાં રજા જાહેર કરી છે. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે અને હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને સ્કૂલ-કોલેજમાં રજા જાહેર કરાઈ હતી. જ્યારે સાબરકાંઠા જિલ્લામાં આજે તો વરસાદનું યલો એલર્ટ છે એટલે કે છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. જોકે ઉપરવાસમાંથી પોશીના, ખેડબ્રહ્મા અને વિજયનગરમાંથી પસાર થતી નદીઓએ ભયજનક સપાટી વધાવી દીધી છે. ત્યારે સલામતીના ભાગરૂપે શિક્ષણ વિભાગે શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના ચાર જિલ્લાની શાળા-કોલેજોમાં આજે રજા જાહેર કરાઈ છે. કચ્છમાં વરસાદના રેડ એલર્ટના કારણે સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. જિલ્લાની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાની શાળા-કોલેજમાં રજા જાહેર કરાઈ છે. બનાસકાંઠામાં હજુ પણ ભારે વરસાદની સંભાવનાને લઈ રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદની આગાહીના પગલે તમામ- શાળા કોલેજમાં રજા જાહેર કરાઈ છે. સાબરકાંઠામાં વરસાદ અને નદીના જળસ્તરમાં વધારો થતા રજા જાહેર કરવામાં આવી છે. પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગરમાં નદીનું જળસ્તર વધવાની શક્યતા છે. ત્રણેય તાલુકામાં શિક્ષણ કાર્ય બંધ રાખવા જિલ્લા શિક્ષણાધિકારીએ સૂચના આપી હતી. ખેડા જિલ્લામાં પણ સલામતીના ભાગરૂપે શૈક્ષણિક કાર્ય બંધ રખાયું હતું.
હવામાન વિભાગે જાહેર કરેલા નાઉકાસ્ટ મુજબ એક કલાકમાં કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે અહીં 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે અતિભારે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. રેડ એલર્ટ એટલે અતિથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ તરફ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતને ઘમરોળ્યા બાદ હવે સૌરાષ્ટ્રનો વારો છે. આજે એક કલાકમાં સુરેન્દ્રનગર,મોરબી, જામનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દીવમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ તરફ મધ્ય અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ અને સંઘપ્રદેશ દમણ તથા દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.





















