Gujarat Rain Live Updates: ભારે વરસાદથી જામનગરમાં જળબંબાકાર, બપોરે બાર વાગ્યા સુધીમાં સાત ઈંચ વરસાદ ખાબક્યો
નવસારી, કચ્છ, તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંજાર, ગાંધીધામ, આદિપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો
LIVE

Background
અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ
અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. શહેરના થલતેજ, માનસી સર્કલ, સિંધુ ભવન રોડ , એસ જી હાઈવે, વસત્રાપુર , પ્રહલાદનગર , સોલા, બોપલ ,ગોતા અને સરખેજમાં વરસાદ છે.
બરવાળા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદ
બરવાળા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદ શરૂ થયો છે. બરવાળા શહેરનાં તમામ વિસ્તારોમાં વરસાદ છે. તાલુકાના રોજીદ, ખમીદાણા, કાપડીયાળી, રામપરા, કુંડળ સહિતના ગામોમાં વરસાદ છે. વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર છે.
.
જામનગર જિલ્લા પંચાયતમાં પાણી ભરાયા
જામનગર જિલ્લા પંચાયતમાં પાણી ભરાઇ ગયા હતા. પંચાયત પરિસરમાં અને ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા આજે જામનગર જિલ્લા પંચાયતમાં ફરજિયાત રજા જેવો માહોલ સર્જાયો હતો.
ડાંગમાં ભારે વરસાદ
ડાંગમાં ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતની નદીઓમાં પાણીની આવક થઇ ગઇ હતી. પૂર્ણા, અંબિકા, કાવેરી નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે. નદીઓ પરના પુલ પર પાણી ફરી વળ્યા હતા. આજના દિવસમાં ડાંગમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. સુરતમાં તાપી નદીનો કોઝ વે ગઈકાલથી જ બંધ કરાયો છે
જામનગર શહેરમાં જળબંબાકાર
ભારે વરસાદથી જામનગર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જામનગરમાં 12 વાગ્યા સુધીમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી જામનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જી.જી. હોસ્પિટલમાં પાણી ભરાયા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર લોબીમાં પાણી ભરાયું હતું. દરેડ નજીક ખોડીયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
