શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં આગામી 24 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી, પાંચ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

Gujarat Rain: 24 કલાક માટે રાજ્યના પાંચ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે

Gujarat Rain:  રાજ્યમાં કેટલાક જિલ્લાઓમા છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક નદીઓમાં પૂરની સ્થિતિ પેદા થઇ છે. આ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્ય માટે 24 કલાક હજુ ભારે છે. 24 કલાક માટે રાજ્યના પાંચ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે તો સાત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો 10 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

જે જિલ્લાઓમાં 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ખેડા,અરવલ્લી, મહીસાગર,પંચમહાલ, દાહોદનો સમાવેશ થાય છે. જે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરાનો સમાવેશ થાય છે. તે સિવાય હવામાન વિભાગે વરસાદને લઇને જે જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે તેમાં કચ્છ,પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપીનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગના મતે બંગાળની ખાડીમાં લો- પ્રેશર સક્રિય છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ ત્રણ દિવસ રાજ્યમાં વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. ત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપવામાં આવી છે.

બે દિવસમાં વરસેલા વરસાદથી હાઉસફુલ જળાશયોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. રાજ્યના 207 પૈકી 30 ડેમ છલોછલ થયા છે. સૌરાષ્ટ્રના 13, મધ્ય ગુજરાતના આઠ, દક્ષિણ ગુજરાતના છ તો કચ્છના બે જળાશયો સંપૂર્ણ ભરાયા હતા.           

ધોધમાર વરસાદથી રાજ્યના 135 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 87 ડેમ હાઈએલર્ટ, 26 એલર્ટ, તો 22 જળાશયો વોર્નિંગ પર છે. 71 જળાશયોમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.

ઉપરવાસમાં પાણીના ભારે આવરાથી સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને પહોંચી 138.68 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ સાત લાખ 15 હજાર 327 ક્યુસેક પાણીની આવક સામે સાત લાખ 14 હજાર 747 ક્યુસેક પાણીની જાવક છે. સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડાતા ભરૂચના ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી 40 ફુટે પહોંચતા સર્જાઈ પૂરની સ્થિતિ છે. પૂર્વ પટ્ટીના ગામોના ખેતરો અને માર્ગો પર પૂરના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો.                    

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
Mehsana: રાજ્યમાં વધુ એક BLOનું મોત, મહેસાણામાં SIRની કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
કચ્છ યુનિવર્સિટીનો મોટો છબરડો, MA સેમેસ્ટર 1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછાયું
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, અનેક વિસ્તારોમાં AQI 225ને પાર થતાં સ્વાસ્થ્ય પર ખતરો
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Weather Update: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાયુ, જાણો ગુજરાત પર શું થશે અસર
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
Ahmedabad: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીની આત્મહત્યા, પ્રેમિકા સાથે ઝઘડો થતાં પેટ્રોલ છાંટી સળગ્યો, થયું મોત
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદી આજે કર્ણાટક-ગોવાની મુલાકાતે, ભગવાન રામની 77 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
વ્હાઇટ હાઉસ પાસે થયેલા હુમલામાં એક નેશનલ ગાર્ડનું મૃત્યુ, અન્ય જવાનની હાલત પણ ગંભીર
Embed widget