શોધખોળ કરો

Weather: ગુજરાતના વાતાવરણમાં પલટો, આજે આ 4 જિલ્લાઓમાં આંધી-વંટોળ, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Gujarat Weather: ગુજરાતમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમા અસહ્ય ગરમીની વચ્ચે આજે પવન ફૂંકાઇ રહ્યો છે

Gujarat Weather: ગુજરાતમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમા અસહ્ય ગરમીની વચ્ચે આજે પવન ફૂંકાઇ રહ્યો છે. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં સવારથી જ ઠંડકભર્યુ વાતાવરણ રહ્યું છે, અને કેટલાક વિસ્તારોમાં આંધી અને વંટોળના પણ સમાચારો મળ્યા છે. 

હાલમાં તાજા અપડેટ પ્રમાણે, આજે ગુજરાતમાં ચાર જિલ્લામાં ભારે પવન ફૂંકાવવાની શક્યતાઓ છે. ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા કચ્છ, સુરેન્દ્રનગરમાં આજે ભારે પવન ફૂંકાવવાની સાથે સાથે વંટોળ આવી છે. બનાસકાંઠા, પાટણમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. આ ચારેય જિલ્લાઓમાં આજે પવનની ગતિ વધુ રહેશે, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ખાસ વાત છે કે, કાળઝાળ ગરમીની વચ્ચે આજે તાપમાનનો પારો ગગડતા રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. અમદાવાદમાં સતત 15માં દિવસે 42 ડિગ્રી તાપમાન રહી છે. મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ઘટ્યો છે. 

રાજ્યમાં આ તારીખ સુધીમાં પહોંચશે ચોમાસું, અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં હવે ક્યારે વરસાદ (Gujarat monsoon) આવશે તેની કાગડોળે રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની (weather analyst Ambalal Patel) આગાહી આવી છે. તેમની આગાહી પ્રમાણે, 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, બનાસકાંઠા વિસ્તારમાં પવનની ગતિ આંધી વંટોળ (dust storm) સાથે 30 કિલોમીટર સુધી રહેવાની શક્યતા છે. 6 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્રમાં (rohini nakshatra) ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

કેરળમાં બેસેલું ચોમાસું આગામી 3 દિવસોમાં આગળ વધવાની શક્યતા છે. 7 જૂન સુધી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પ્રિ મોન્સુન એકટીવિટી શરૂઆત થશે અને 10 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થશે. 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે. 7 થી 15 જૂનમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 8 જુને અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગર માં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે. 18 થી 20 જૂન વચ્ચે મુંબઈ મહારાષ્ટ્ર માં ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ વરસાદ તેજગતીના પવન અને વીજળીના કડાકા સાથે રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગે આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. બે દિવસ રાજ્યમાં પવન ફૂંકાશે. કચ્છ, પાટણ અને બનાસકાંઠા માટે વિન્ડ અલર્ટ છે. 25 -30 km ની ઝડપે પવન ફૂંકાશે. સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમી પવન ફૂંકાશે. કેરળના ઉત્તર પૂર્વીય ક્ષેત્રોમાં ચોમાસું બેસી ગયું છે. ત્યારે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસશે. હવામાન વિભાગની આગાહીના પગલે ડુમસનો દરિયો બંધ કરાવાયો છે. સહેલાણીઓ માટે દરિયો બંધ કરવાયો છે. પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરિયા પરની લારીઓ અને રાઈડ્સ પણ દૂર કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા અપીલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
IND vs ENG Semi Final Score Live: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા
IND vs ENG Semi Final Score Live: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
IND vs ENG Semi Final Score Live: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા
IND vs ENG Semi Final Score Live: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે ટીમ ઈન્ડિયા
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
હાર્ટ એટેક કે સ્ટ્રોક જ નહીં, હૃદયમાં થઈ શકે છે 10 પ્રકારના રોગ, તમે નામ પણ સાંભળ્યા નહીં હોય
હાર્ટ એટેક કે સ્ટ્રોક જ નહીં, હૃદયમાં થઈ શકે છે 10 પ્રકારના રોગ, તમે નામ પણ સાંભળ્યા નહીં હોય
RSS Review Meeting: UPમાં BJPના પ્રદર્શનથી RSS ચિંતિત, સમીક્ષા બેઠકમાં હારનું 'વાસ્તવિક' કારણ બહાર આવ્યું
RSS Review Meeting: UPમાં BJPના પ્રદર્શનથી RSS ચિંતિત, સમીક્ષા બેઠકમાં હારનું 'વાસ્તવિક' કારણ બહાર આવ્યું
Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો
Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget