શોધખોળ કરો

Gujarat Rain Update:મેઘરાજાએ રાજ્યને ઘમરોળ્યું, જાણો ક્યાં જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ, શું છે સ્થિતિ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના તમામ જિલ્લામાં મેઘમહેરની સ્થિતિ છે. જો કે ક્યાંક વરસાદ આફતરૂપ બન્યો છે.

Gujarat Rain Update:રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના તમામ જિલ્લામાં મેઘમહેરની સ્થિતિ છે. જો કે ક્યાંક વરસાદ આફતરૂપ બન્યો છે.

હવામાન વિભાગે આગામી  48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી હતી. જેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. રાજકોટ, જૂનાગઢ, ગોંડલ, અમરેલી, ગીર સોમનાથ સહિતના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના વડીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રજણસુખ, તોરી, રામપુર સહિતના ગામોમાં મૂશળધાર વરસાદના કારણે સુરવો ડેમમાં પાણીની આવક વધી છે.

જૂનાગઢમાં 24 કલાકમાં  પોણા 11 ઈંચ વરસાદથી જૂનાગઢ શહેર જળમગ્ન બની ગયું છે. રસ્તા પર નદી વહેતી હો.ય તેવા દ્રશ્યો સર્જાયા છે. સતત વરસાદના કારણે જૂનાગઢના સાબલી ડેમના બે દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમ વિસ્તારમાં લોકોને ન જવા માટે   સૂચના અપાઇ છે.

રાજ્યમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર થઇ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 23 ટકા વરસાદ વરસ્યો છે. જાણીએ અત્યાર સુધીમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ

અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 23 ટકા વરસાદ વરસ્યો

  • અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ આઠ ઈંચ વરસાદ વરસ્યો
  • અત્યાર સુધી 9 તાલુકાઓમાં 20થી 40 ઈંચ સુધીનો વરસાદ
  • અત્યાર સુધી 63 તાલુકામાં 10થી 20 ઈંચ સુધીનો વરસાદ
  • અત્યાર સુધીમાં 91 તાલુકામાં 5થી 10 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો
  • અત્યાર સુધીમાં 74 તાલુકામાં 2થી 5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો
  • અત્યાર સુધી 14 તાલુકામાં બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યા કેટલો ઇંચ વરસાદ વરસ્યો

 છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર અને  તાલુકામાં પોણા અગિયાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં નવ ઈંચ, સુરતના મહુવામાં  નવ ઈંચ,  તાપીના વ્યારામાં પોણા આઠ ઈંચ વરસાદ, કચ્છના અંજારમાં પોણા આઠ ઈંચ ,  તાપીના ડોલવણમાં સાડા સાત ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં સાત ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં  પોણા સાત ઈંચ, રાજકોટના જામકંડોરણામાં સવા છ ઈંચ વરસાદ વરસ્યો હતો. 

તે સિવાય જૂનાગઢના વિસાવદરમાં છ ઈંચ, જૂનાગઢના ભેંસાણમાં છ ઈંચ, ધોરાજી,  બારડોલીમાં સાડા પાંચ ઈંચ, ચોટીલા, વડીયા, જેતપુરમાં  સાડા પાંચ ઈંચ, તિલકવાડા, ઉના, વાંસદામાં સવા પાંચ ઈંચ, ઉપલેટા, ચીખલી, બાયડમાં પાંચ પાંચ ઈંચ, ગણદેવી, વંથલી, સોનગઢમાં પોણા પાંચ ઈંચ, વેરાવળ, ખેરગામ, જલાલપોરમાં પોણા પાંચ ઈંચ, કુકરમુન્ડા, સુબિર, વઘઈમાં સાડા ચાર ઈંચ, ધનસુરા, નવસારી, આહવામાં સવા ચાર ઈંચ, પલસાણા, જોડીયા, નાંદોદમાં ચાર ચાર ઈંચ. ગરૂડેશ્વર, ગાંધીધામ, માળીયા હાટીનામાં પોણા ચાર ઈંચ , કપરાડા, ડભોઈ, તલોદમાં પોણા ચાર ઈંચ, બાબરા, કોડીનાર, ઉમરાળામાં સાડા ત્રણ ઈંચ, ધ્રોલ, મોરબી, ધરમપુરમાં વરસ્યો સાડા ત્રણ ઈંચ , સુરતના માંડવી, ઉમરગામ, બોરસદમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. 

ઉપરાંત બોડેલી, તારાપુર, મહેમદાવાદમાં ત્રણ ત્રણ ઈંચ, પડધરી, વડોદરા, કેશોદમાં ત્રણ ત્રણ ઈંચ, નિઝર, બાલાસિનોર, હાલોલમાં પોણા ત્રણ ઈંચ, માંગરોળ, જસદણ, દહેગામમાં અઢી અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget