શોધખોળ કરો

Gujarat Rains: લાંબા વિરામ બાદ અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ, રાજ્યમાં 5 દિવસ સામાન્ય વરસાદ ની આગાહી

Gujarat Monsoon: રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. 24 કલાક દરમિયાન અનેક જગ્યાએ વરસાદની સંભાવના છે.

Gujarat Monsoon: અમરેલી- દરિયાઈ કોસ્ટલ બેલ્ટમાં વરસાદી માહોલ છવાયો છે. લાંબા વિરામ બાદ રાજુલા શહેરમાં અડધો કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારમે સમગ્ર શહેરના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. ધોધમાર વરસાદના કારણે ગણેશ મહોત્સવના આયોજકોની ચિંતા વધી છે.

રાજ્યમાં 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. 24 કલાક દરમિયાન અનેક જગ્યાએ વરસાદની સંભાવના છે. ગીરસોમનાથ, દ્વારકા, કચ્છ, સાબરકાંઠા બનાસકાંઠા,પાટણ, મેહસાણા,દાદરાનગર હવેલી, દમણમાં સામાન્ય વરસાદ પડશે. અમદાવાદ માં વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 133 ટકા વરસાદ નોંધાયો છે. હાલમાં વરસાદી કોઈ સિસ્ટરમ સક્રિય નથી. ભેજવાળા વાતાવરણના પગલે તાપમાનમાં વધારો થઈઈ શકે છે.

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આ તારીખે મળી શકે છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થાય તે પહેલા ચોમાસું સત્ર યોજાઈ શકે છે. બે દિવસનું ટૂંકું ચોમાસું સત્ર મળી શકે છે. આગામી 22-23 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ટૂંકુ સત્ર બોલાવવાની તૈયારીએ થઈ રહી છે.  વિધાનસભા ચૂંટણી પહેલાનું આ છેલ્લું સત્ર હશે. આવતા અઠવાડિયે કેબિનેટ બેઠકમાં નક્કી થયા બાદ વિધાનસભા સત્રનુ આહવાન થઈ શકે છે. વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્રમાં પહેલા દિવસે દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપીને કામકાજ બંધ રખાશે. જ્યારે સત્રના બીજા દિવસે વિધાનસભાનું કામકાજ હાથ ધરાશે.

Gujarat Rains: લાંબા વિરામ બાદ અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ, રાજ્યમાં 5 દિવસ સામાન્ય વરસાદ ની આગાહી

રાજકોટના એન્ટિક વસ્તુના શોખીન આ વ્યક્તિ પાસે છે ગણેશજીની 60 વર્ષથી લઈ અને 2000 વર્ષ જૂની મૂર્તિઓ

દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 31મી ઓગસ્ટે આવશે. ગણેશ ઉત્સવનો તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ગણપતિનો જન્મ ચતુર્થીના દિવસે થયો હતો. હાલ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત રાજ્યના તમામ શહેરો, ગામડાઓમાં ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટના એન્ટિક વસ્તુના શોખીન શિવાભાઈ લીંબાસીયા પાસે ગણેશજીની 60 વર્ષથી લઈ અને 2000 વર્ષ જૂની મૂર્તિઓ છે. રાજકોટના ચંદેશનગરમાં રહેતા શિવાભાઈને ગણેશબાપા પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. હિરણ નદીમાંથી 2000 વર્ષ જૂની અલોકિક મૂર્તિ મળી આવી હતી. ગણેશ મહોત્સવ દરમિયાન અનેક લોકો નાનામાં નાની મૂર્તિથી લઈ અને મોટી મૂર્તિના દર્શન કરવા માટે આવે છે.
આ પ્રાચીન મૂર્તિઓ શિવાભાઈ લીંબાસીયા રાત-દિવસ મહેનત કરીને દેશના ખૂણે ખૂણેથી લઈ આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget