શોધખોળ કરો

Gujarat Rains: સૌરાષ્ટ્રના આ મોટા જિલ્લામાં ભારે વરસાદ, ગામની શેરીઓમાં નદી વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો

રાજુલાના ચોત્રા ગામની શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અનેક વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ખેતરો પાણીથી તરબોળ થયા હતા.

અમરેલીઃ  સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે, ખેડૂતો આ વરસાદથી ખુશ ખુશાલ બન્યા છે બીજી તરફ અનેક ગામડાના તળાવ, નાનકડા ચેકડેમોમાં પાણીની આવક જોવા મળી છે. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. બાબરામાં સતત પાંચમા દિવસે મેઘ મહેર યથા ત રહી હતી. સાંજે છ વાગ્યા સુધીના આંકડા અનુસાર બાબરામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ પડ્યો હતો. બાબરાની કાળુભાર નદીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક વસ્તુઓ તણાતી જોવા મળી હતી.

મોટા માણસા ગામ નજીક કોઝવે પર પાણી ફરી વળતા છકડો રીક્ષા પલટી

જાફરાબાદની ટીંબા ગામની રૂપેણ નદીએ મુશળધાર વરસાદના કારણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. નદીનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મોટા માણસા ગામ નજીકથી પસાર થતાં કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો હતો. આ દરમિયાન અહીંથી પસાર થતો છકડો પલટી ખાઈ ગયો હતો, પરંતુ તેમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.   રાજુલાના ચોત્રા ગામની શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અનેક વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાયા હતા. 

ખેતરો પાણીથી થયા તરબોળ

ધારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘાએ હેત વરસાવ્યું હતું. ચલાલા, ધારગણી, લાખાપાદર, ગરમલી, ચરખા, કરેણ વાવડીમાં પણ વસાદ પડ્યો હતો. આ સિવાય સરસીયા, જીરા, અમૃતપુર, દેવળા, ખીચા સહિતના ગામોમાં મેઘરાજા મહેરબાન થયા હતા. ખાંભાના મોટા બારમણ ગામમાં પણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. લીલીયાના પાંચતલાવડા, નાના કણકોટ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ખેતરો પાણીથી તરબોળ થયા હતા.

અમરેલી જિલ્લામાં સાંજે 6 વાગ્યા સુધીના આંકડાઓ

  • બાબરામાં સૌથી વધુ 80 મિમી વરસાદ
  • ધારી માં 64 મિમી
  • રાજુલામાં 17 મિમી વરસાદ
  • ખાંભા 9 મિમી વરસાદ
  • લાઠી 7 મિમી વરસાદ
  • બગસરા 4 મિમી વરસાદ
  • લીલીયા,વડીયામાં 3 - 3 મીમી વરસાદ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક

Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 

Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

Embed widget