શોધખોળ કરો

ગુજરાતના જોડિયા 14 ઈંચ, કડી 13 ઈંચ, ટંકારા 11 ઈંચ અને ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો, 24 કલાકમાં રાજ્યમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો લેટેસ્ટ આંકડા

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 251 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો છે જ્યારે ઘણી જગ્યાએ હળવો વરસાદ પણ વરસ્યો છે. ગુજરાતમાં 1 ઈંચથી લઈ 14 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રવિવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 251 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો છે જ્યારે ઘણી જગ્યાએ હળવો વરસાદ પણ વરસ્યો છે. ગુજરાતમાં 1 ઈંચથી લઈ 14 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. ત્યારે સૌથી વધુ વરસાદ જામનગરના જોડિયામાં ખાબક્યો હતો. જોડિયામાં 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે મહેસાણાના કડીમાં પણ 13 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. - જામનગરના જોડિયામાં 14 ઈંચ જેટલો વરસાદ - મહેસાણાના કડીમાં 13 ઈંચ વરસાદ - મોરબીના ટંકારામાં 11 ઈંચ વરસાદ - સુરતના ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ - મોરબીમાં 10 ઈંચ વરસાદ મીમી - મહેસાણાના બેચરાજીમાં 9 ઈંચ વરસાદ - પાટણના સરસ્વતીમાં 8 ઈંચથી વધુ વરસાદ - કચ્છના અંજારમાં 8 ઈંચ વરસાદ - મહેસાણાના જોટાણામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો - સુરેન્દ્રનગરના મુળીમાં 7 ઈંચ વરસાદ - મોરબીના વાંકાનેરમાં 7 ઈંચ વરસાદ - મહેસાણામાં 7 ઈંચ વરસાદ - કચ્છના ભચાઉમાં 7 ઈંચ વરસાદ - સુરેન્દ્રનગરના થાનગઢમાં 6 ઈંચથી વધુ વરસાદ - પાટણના રાધનપુરમાં 6 ઈંચથી વધુ વરસાદ ગુજરાતના જોડિયા 14 ઈંચ, કડી 13 ઈંચ, ટંકારા 11 ઈંચ અને ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો, 24 કલાકમાં રાજ્યમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો લેટેસ્ટ આંકડા સૌરાષ્ટ્રના જામનગર, મોરબી અને અન્ય જિલ્લાઓમાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે ખેતરોમાં વરસાદી પાણી ભરી વળ્યાં હતાં. ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતુ જ્યારે લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં એક જ દિવસમાં 1 ઈંચથી લઈ 13 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે નદી-નાળા બે કાંઠે વહેતા થયા હતા જ્યારે અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતાં. દક્ષિણ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ભરી વળ્યાં હતાં. ઉમરપાડામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આજે બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આવતીકાલે મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના મતે 26 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 94.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સારા ચોમાસાના પગલે રાજ્યના 95 ટકા વિસ્તારમાં વાવેતર પણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Embed widget