(Source: ECI/ABP News/ABP Majha)
રૂપાણી સરકારે ખાનગી સ્કૂલોને ફીમાં કેટલા ટકા ઘટાડો કરવા કહ્યું? સંચાલકોએ ઈન્કાર કરીને શું આપી ચીમકી?
રાજ્યના શિક્ષણમંત્રીએ ફી ઘટાડા બાબતે નિવેદન આપ્યુ તેની સામે સ્કૂલ સંચાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્કૂલ સંચાલકોએ ફી ઘટાડાની હિલચાલ સામે કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
અમદાવાદઃ ગુજરાતમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે પણ વિદ્યાર્થીઓને હજૂ સ્કૂલોમાં બોલાવાતા નથી. આ સંજોગોમાં વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવી જોઈએ એવી માગણી ઉઠી છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ લાગણીની નોંધ લઈને નિવેદન આપ્યું હતું કે, રાજ્ય સરકાર ઈચ્છે છે કે રાજયની ખાનગી સ્કૂલો ફી ઘટાડો કરે અને આગલા વરસની જેમ વાલીઓને ફીમાં 25 ટકાની રાહત આપે.
રાજ્યના શિક્ષણમંત્રીએ ફી ઘટાડા બાબતે નિવેદન આપ્યુ તેની સામે સ્કૂલ સંચાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્કૂલ સંચાલકોએ ફી ઘટાડાની હિલચાલ સામે કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
કોરોનાને લીધે ગયા વર્ષે આખુ વર્ષ સ્કૂલો રેગ્યુલર ચાલુ નહોતી થઈ તેથી સ્કૂલોએ ફી ઘટાડવી પડી હતી. આ વર્ષે પણ ક્યાં સુધી રેગ્યુલર સ્કૂલો ઓફલાઈનમાં મોડમા ચાલુ થશે તે નક્કી નથી અને ઓનલાઈન ક્લાસ જ ચાલે છે તેથી ફી ઘટાડાની માંગ ઉઠી છે. આ સંદર્ભમાં ચુડાસમાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર ઈચ્છે છે કે સ્કૂલો ફીમાં 25 ટકા ઘટાડો કરે અને રાહત આપે. શિક્ષણમંત્રીએ ફી ઘટાડા બાબતે નિવેદન આપ્યુ તેની સામે સ્કૂલ સંચાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
ગુજરાતના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે પોતાની કોર કમિટીની બેઠક બોલાવી હતી અને તેમાં નિર્ણય કર્યો હતો કે ફી ઘટાડો નહી કરવામા આવે. મહામંડળે જણાવ્યુ છે કે શિક્ષણમંત્રીએ પોતાના નિવેદનમાં 25 ટકા ફી ઘટાડો ચાલુ વર્ષે પણ કરવા જણાવ્યુ છે પરંતુ તેની સાથે સ્કૂલો સહમત નથી.
ગત વર્ષે 25 ટકા ફી ઘટાડયા બાદ સ્કૂલોની આર્થિક સ્થિતિ ખોરવાઈ હતી અને 50 ટકા વાલીઓ ફી ભરવામા ઉદાસીન રહ્યા હતા. રાજ્ય સરકાર ચાલુ વર્ષે આવી કોઈ બાબતમાં જાહેરનામુ બહાર પાડી ફી ઘટાડવા ફરજ પાડશે તો સ્કૂલ સંચાલક મંડળ કાનૂની રસ્તો અપનાવીને રાજ્ય સરકાર સામે કોર્ટમાં જશે.