શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Weather: રાજ્યમાં 24 કલાક સુધી રહેશે માવઠાની અસર, 40 km/h ની ઝડપે ફૂંકાશે પવન

રાજકોટ, અમરેલીમાં વરસાદની આગાહી છે, દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરત, તાપીમાં વરસાદની આગાહી છે, જ્યારે દાહોદ અને પંચમહાલ, મહીસાગર અને અરાવલ્લીમાં પણ વરસાદની શક્યતા છે.

Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક સુધી માવઠું રહેવાની શક્યતા છે. રાજકોટ, અમરેલીમાં વરસાદની આગાહી છે, દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરત, તાપીમાં વરસાદની આગાહી છે, જ્યારે દાહોદ અને પંચમહાલ, મહીસાગર અને અરાવલ્લીમાં પણ વરસાદની શક્યતા છે. આવતીકાલથી વરસાદ ન પડવાની શક્યતા છે. 40 km/h ની સ્પીડથી પવન ફુંકાવવાની શક્યતા છે. માવઠાને કારણે હવામાન વિભાગે ખેડૂતો માટે સાવચેતીના પગલાં લેવા જણાવાયું છે. 48 કલાક બાદ ગરમીમાં વધારો થશે..

પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે જેના કારણે ડાંગ જિલ્લામાં નાગલી સ્ટ્રોબેરી જેવા પાકોની ખેતી કરતા ખેડૂતોમાં મોટા પ્રમાણમાં ચિંતા જોવા મળી રહી છે ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં  નાગલીનો પાક લેવામાં આવે છે અને અમુક ખેડૂતો સ્ટ્રોબેરી કાંદા અને અન્ય શાકભાજીનો પાક લે છે પરંતુ કમ અસમી વરસાદ પડતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેમાં પણ સ્ટ્રોબેરીના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોને ભાવો ઉપર અસર જોવા મળશે.

કમોસમી વરસાદ બાબતે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન

કમોસમી વરસાદ બાબતે કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતાં કહ્યું, અગાઉથી જ ખેડૂતોને કમોસમી વરસાદ મામલે ચેતવ્યા હતા. વરસાદથી પાક પર થતી અસર માટે અગાઉથી સૂચના અપાય હતી. હજી પણ 2 દિવસના વરસાદની આગાહી છે. વરસાદ પર રિપોર્ટ આવશે, રિપોર્ટ બાદ નિર્ણય લેવામાં આવશે.

રાજ્યમા 24 કલાકમાં 103 તાલુકામાં વરસાદ

રાજ્યમા 24 કલાકમાં 103 તાલુકામાં વરસાદ નોધાયો છે. સૌથી વધુ રાજકોટના કોટડાસાંગાણીમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત રાજ્યના અનેક તાલુકામાં 1 થી લઇને 9મિમી સુધી કમોસમી વરસાદ પડ્યો છે. રાજકોટના કોટડા સાંગાણી 27 મિમી, અમરેલીના બગસરામાં 23મિમી, રાજકોટના લોધીકામાં 19મિમી, દાહોદના ઝાલોદમાં 17 મિમી, સુરેન્દ્રનગરના સાયલામાં 13મિમી, રાજકોટમાં 12 મિમી, નર્મદા ડેડિયાપાડામાં 12મિમી, ડાંગના સુબીરમાં 12મિમી, બનાસકાંઠાના ભાભરમાં 12મિમી, રાજકોટના ગોંડલમાં 10મિમી, ગાંધીનગરના માણસામાં 10મિમી અને અમદાવાદના માંડલમાં 10મિમી વરસાદ નોંધાયો છે.

સોમવારે શેત્રુજી નદીમાં ભર ઉનાળે પૂર આવ્યું

હવામાન વિભાગની આગાહીને પગલે સોમવારે રાજ્યના 15 જિલ્લામાં વરસાદ પડ્યો છે. જેના કારણે ખેતીના પાકને મોટી નુકસાની ગઈ છે. કેરી,ચીકુ અને કપાસના પાકને મોટી નુકસાની ગઈ છે. અમરેલી અને જુનાગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. જૂનાગઢના આંબાજળ નદીમાં પૂર આવ્યું હતું. વિસાવદર પંથકમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. મુંડીયારાવણી, વેકરીયા, રાજપરા ગામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ છે. તો બીજી તરફ  અમરેલી જિલ્લામાં વરસાદ આવતા નદીમાં પુર આવ્યું હતું. ધારી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધારીના બોરડી ગામે શેત્રુજી નદીમાં પૂર આવ્યું હતું. તો ધારીના મીઠાપુર નક્કી ગામે પણ નદીમાં પૂર આવ્યું હતું. ધારીના મીઠાપુર, દલખાણીયા, કુબડા, ચાચઇ પાણીયા,ગીગાસણ, ગોવિંદપુર, ફાચરિયા, સરસિયા, નાના ભમોદ્રા, જીરા, ખિસરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોતPatan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપJunagadh Controversy : જૂનાગઢ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યાSurat News : સુરતમાં 2 વ્યક્તિના અચાનક મોત, મહિલાનું કપડા ધોતા ધોતા જ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી
IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Embed widget