Gujarat Weather Update Live: રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, દાંતા અને અરવલ્લી પંથકમાં વરસાદ
Gujarat Weather Update Live: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતનાં મહિસાગર, પંચમહાલ, નર્મદા, દાહોદ , સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે.
Background
Gujarat Weather Update Live: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતનાં મહિસાગર, પંચમહાલ, નર્મદા, દાહોદ , સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ વિસ્તારમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સાથે પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક રહેશે.
અમરેલી વિસ્તારમાં વાતાવરણમાં પલટો
સાવરકુંડલા પંથકમાં હવામાનમાં પલટો આવ્યો છે. જેને લઈને ખેતરોમાં ખેડૂતોએ પોતાનો પાક ઢાંકવાના પ્રયાસો શરુ કરી દીધા છે. ઈટો પકાવતા કુંભારોએ પોતાની ભઠ્ઠા તાલપત્રીથી ઢાંકવાની કવાયત હાથ ધરી છે. ધીમે ધીમે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે.
બનાસકાંઠામાં વરસાદી માહોલ
અંબાજી દાંતા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. દાંતા તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. દાંતા તાલુકામાં ઘઉં, ચણા અને જીરાના પાકને લઈ ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. વહેલી સવારે કમોસમી વરસાદી માવઠાની શરૂઆત થઈ હતી.





















