શોધખોળ કરો

Unseasonal Rain: અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વાવાઝોડા સાથે ખાબક્યો વરસાદ

Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની કરવામાં આવેલી આગાહી પ્રમાણે અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે.

Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી (weather forecast) પ્રમાણે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. શામળાજી સહીત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાવાઝોડા (thunderstrom) સાથે વરસાદ છે. રંગપુર, શામળપૂર સહિત વિસ્તારમાં વરસાદ છે, તો મોડાસાના ઈસરોલમાં પણ વરસાદી છાંટા પડ્યા છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સિહોર તાલુકાના બોરડી, ટાણા, જાંબાળા, કાજાવદર સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. સણોસરા, ઈશ્વરીયા, આબલા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કરા સાથે વરસાદથી પાકને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતિત થયા હતા.

ભાવનગર સિહોર તાલુકા પંથકના ગામોમાં અચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતિંત થયા હતા.

વલસાડમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ

ભર ઉનાળે રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે વલસાડ જિલ્લામાં વાતાવરણાં પલટો જોવા મળ્યો છે. કપરાડાનાં સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે. જોકે કેરીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ પહેલા જ હવામાન વિભાગે જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. હજુ પણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની શક્યતા છે. કપરાડા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે.  કપરાડાના હુડા ગામે કરા સાથે વરસાદ પડ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.  કપરાડાના અનેક ગામોમાં વરસાદની શરૂઆત થઈ છે.

વલસાડ કપરાડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. હુડા, ગિરનારા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. કરા સાથે વરસાદથી કેરીના પાકને નુકસાનની શક્યતા છે. ગિરનારા ગામમાં આવેલી આશ્રમશાળાનાં પતરા ઉડ્યા હતા. વેદાંત આશ્રમ શાળાનાં પતરાનો શેડ ઉડ્યો છે. 15 જેટલા વૃક્ષો પણ ધરાશાયી અને વીજ પોલને પણ નુકસાનના સમાચાર છે.

રાજ્યમાં અમુક જિલ્લામાં ચાર દિવસ જોવા મળશે વરસાદી માહોલ. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છુટા છવાયા વરસાદની આગાહી છે. 14 મે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરતમાં અમુક સ્થળોમાં ગાજવીજ સાથે છૂટા છવાયા વરસાદની આગાહી છે. 15 મેના રોજ બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. 16 મે માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફુકાઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session Live: વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, Sir પર ચર્ચાની માંગ
Parliament Winter Session Live: વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, Sir પર ચર્ચાની માંગ
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Advertisement

વિડિઓઝ

Parliament Winter Session: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Ahmedabad Accident News: અમદાવાદમાં રફતારના રાક્ષસે લીધો વધુ એકનો જીવ
Parliament Winter Session: સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન
Hun To Bolish | હું તો બોલીશ |આરોપીઓને કોનો આશરો ?
Hun To Bolish | હું તો બોલીશ | મોતના ઢાંકણા કોનું પાપ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session Live: વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, Sir પર ચર્ચાની માંગ
Parliament Winter Session Live: વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, Sir પર ચર્ચાની માંગ
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Banaskantha: દારૂના દૂષણને ડામવા છાપરા પંચાયતનો નિર્ણય, દારૂ પીનારાઓને નહીં મળે આ સેવાઓનો લાભ 
Banaskantha: દારૂના દૂષણને ડામવા છાપરા પંચાયતનો નિર્ણય, દારૂ પીનારાઓને નહીં મળે આ સેવાઓનો લાભ 
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
Embed widget