શોધખોળ કરો
Advertisement
ગુજરાતની જાણીતી ગાયિકાને કૃષ્ણ-રાધાને લઈ આ શબ્દ વાપરવો પડ્યો મોંઘો, લેવું પડ્યું પોલીસ શરણ, જાણો વિગતે
લોકગાયિકા યોગીતા પટેલે અમરેલીના એસપીને આપેલી લેખિત ફરિયાદમા જણાવ્યું છે કે આગામી દિવસોમાં તેમનો નવા ગીતનો આલ્બમ પ્રસિધ્ધ થવાનો છે. આ આલ્બમનું એક ગીત કૃષ્ણે રાધાને પ્રયોગ કરી તેવા શબ્દો સાથે પોસ્ટ મુકાયા બાદ વિવાદ સર્જાયો હતો.
અમરેલીઃ જાણીતી ગાયિકા અને અમરેલીના વતની યોગીતા પટેલના આગામી દિવસોમાં રજૂ થનારા આલ્બમનું ગીત વિવાદમાં સપડાયું છે. આલ્બમમાં ગાયિકાએ ‘કૃષ્ણે રાધાને પ્રપોઝ કરી’ એવા શબ્દનો ઉપયોગ કર્યો છે. જેના કારણે લોકોની લાગણી દુભાઈ છે. ઘણા લોકોએ તેના વિશે અભદ્ર ટિપ્પણીઓ પણ કરી છે અને ફોન, મેસજ તથા સોશિયલ મીડિયામાં ધમકી આપી હતી. જેના કારણે ગાયિકાએ અમરેલી એસપીને લેખિતમાં ફરિયાદ આપી છે.
લોકગાયિકા યોગીતા પટેલે અમરેલીના એસપીને આપેલી લેખિત ફરિયાદમા જણાવ્યું છે કે આગામી દિવસોમાં તેમનો નવા ગીતનો આલ્બમ પ્રસિધ્ધ થવાનો છે. આ આલ્બમનું એક ગીત કૃષ્ણે રાધાને પ્રયોગ કરી તેવા શબ્દો સાથે પોસ્ટ મુકાયા બાદ વિવાદ સર્જાયો હતો.
લોકો દ્વારા તેમના મોબાઈલ નંબરમા ફોન અને એસએમએસપી-સોશ્યલ મીડિયામા સહિતના સ્થળોએ આ ગીતનો આલ્બમ બહાર ન પાડવા ધમકીઓ આપી હતી અને 9 વ્યકિતઓએ મોબાઈલ કરીને અપશબ્દો સાથે જોઈ લેવાની અને પતાવી દેવાની ધમકી આપી હતી. વ્હોટસએપ પર પણ લોકોએ અપશબ્દો લખ્યા હતા. આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસપીને લેખિત ફરિયાદ આપવામા આવી છે.
આ અંગે ગાયિકા યોગીતા પટેલના પતિએ જણાવ્યું, ગીતના જે શબ્દો સામે લોકોને સમસ્યા છે તેને ગીતમાંથી દૂર કરી દેવામા આવશે. આ આલ્બમ હજુ રીલીઝ થયો નથી. પણ આગામી દિવસોમાં બહાર પડશે અને હાલ તો માત્ર તેની કડી જ જાહેર કરાઈ હતી. આ ગીત આધૂનિક ઢબે નવી પેઢી માટે લખાયેલું છે.
ભારતના બોલિંગ કોચની રેસમાં છે આ પૂર્વ સ્પિન બોલર, કહ્યું- ટીમ ઈન્ડિયાને સ્પિન એક્સપર્ટની જરૂર
આગામી 8,9 અને 10 તારીખે ગુજરાતના આ વિસ્તારોમાં રેડ એલર્ટ, જાણો કેમ ?
ગુજરાત કોંગ્રેસના કયા બે દિગ્ગજ નેતાએ કલમ 370 રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું કર્યુ સમર્થન, નામ જાણીને ચોંકી જશો
IND v WI ટીમ ઈન્ડિયા તરફથી આજે ડેબ્યૂ કરી શકે છે આ ખેલાડીઓ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion