(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: કેનેડામાં લાપતા ગુજરાતી વિદ્યાર્થીનો મળ્યો મૃતદેહ, છેલ્લા 2 દિવસથી હતો ગૂમ
અમેરિકા બાદ કનેડામાં પણ એક ગુજરાતી યુવક સાથે કોઇ દુર્ઘટના ઘટી હોવાના સમાચાર મળ્યાં છે. કેનેડામાં અભ્યાસ કરતો અને મૂળ અમદાવાદનો વિદ્યાર્થી હર્ષ પટેલ 2 દિવસથી ગૂમ હતો અને આખરે તેનો મૃતદેહ મળતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
Crime News: અમેરિકા બાદ કનેડામાં પણ એક ગુજરાતી યુવક સાથે કોઇ દુર્ઘટના ઘટી હોવાના સમાચાર મળ્યાં છે. કેનેડામાં અભ્યાસ કરતો અને મૂળ અમદાવાદનો વિદ્યાર્થી હર્ષ પટેલ 2 દિવસથી ગૂમ હતો અને આખરે તેનો મૃતદેહ મળતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
અમેરિકા બાદ કનેડામાં પણ એક ગુજરાતી યુવક સાથે કોઇ દુર્ઘટના ઘટી હોવાના સમાચાર મળ્યાં છે. કેનેડામાં અભ્યાસ કરતો અને મૂળ અમદાવાદનો વિદ્યાર્થી હર્ષ પટેલ 2 દિવસથી ગૂમ હતો અને આખરે તેનો મૃતદેહ મળતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૂળ અમદાવાદનો રહેવાસી હર્ષ પટેલ અહીં અભ્યાસ કરતો હતો 2 દિવસથી લાપતા હતો લાંબી શોધખોળ બાદ આખરે તેનો મૃતદેહ ટોરેન્ટોમાંથી મળ્યો છે. હર્ષના મૃત્યુનું કારણ હજૂ અસ્પષ્ટ છે. હર્ષનો પાસપોર્ટ , ક્રેડીટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ ગૂમ છે.આ મામલે પોલીસ દ્રારા તપાસ કરવામાં આવી રહી છે.
અમેરિકામાં બે ગુજરાતી વિદ્યાર્થીઓ મોનરો લેકમાં ડૂબ્યા, ત્રણ દિવસ બાદ પણ બંનેની શોધખોળ યથાવત
અમેરિકામાં બે ગુજરાતી વિદ્યાર્થી લેકમાં ડૂબી ગયા હોવાના સમચાર મળ્યા છે. બે દિવસથી બંનેની શોધખોળ ચાલું છે. હજુ સુધી બંનેની કોઇ ભાળ નથી મળી.
અમેરિકાની ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં બંને યુવક મિત્રો સાથે મોનરો લેકમાં બોટીંગ કરી રહ્યાં હતાં આ દરમિયાન બંને પાણી કૂદ્યાં હતા અને તરવાની કોશિશ કરતા હતા આ દરમિયાન બંને ડૂબી ગયા હતા. તેની સાથે બોટિંગ કરવા ગયેલા તેમના મિત્રોએ તમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યાં હતા. બંનેની હજુ સુધી કોઇ ભાળ નથી મળી તેમની શોધ માટે સ્કૂબા ડાઈવર્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જો કે ત્રણ દિવસની મથાપણ બાદ પણ હજુ સુધી તેમનો કોઇ પત્તો નથી મળ્યો, હવામાન પ્રતિકૂળ ન હોવાથી સર્ચ ઓપરેશનમાં પણ અવરોધો આવી રહ્યાં છે.
વિદ્યાર્થીઓ બોટમાં કોઇ પાર્ટીમાં સામેલ થવા ગયા હોવાનું જાણવા મળ્યું છે. બોટમાંથી આલ્કહોલ પણ મળ્યું છે. બંને વિદ્યાર્થીઓ ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. બંને માંથી એક સિદ્ધાંત શાહ નામનો વિદ્યાર્થી મૂળ અમદાવાદના જાણીતા બિલ્ડરનો દીકરો હોવાની સામે આવ્યું છે. ત્રણ દિવસથી ચાલી રહેવા સર્ચ ઓપરેશનમાં ઠંડા પવન અને હવામાન ખરાબ હોવાના કારણે અવરોધો આવી રહ્યાં છે.