શોધખોળ કરો
Advertisement
ગુજકેટની પરીક્ષા અંગે બોર્ડે કરી મહત્વની જાહેરાત, જાણો કઈ તારીખે લેવાશે ગુજકેટ?
આ વર્ષે રાજ્યમાંથી 1.25 લાખ ઉમેદવારો ગુજકેટની પરીક્ષા આપશે. જેમાં ગ્રૂપ-એમાં 49 હજાર, ગ્રૂપ-બીમાં 75 હજાર અને ગ્રૂપ એબીમાંથી 374 ઉમેદવારો પરીક્ષા આપશે
અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે પણ ગુજકેટની પરીક્ષામાં કોઈ ફેરફાર કરાયો નથી. ગુજકેટની પરીક્ષા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અગાઉ નિયત કરેલા સમયપત્રક પ્રમાણે 31 માર્ચે જ લેવાશે.
કોરોનાવાયરસના કારણે ગુજકેટની પરીક્ષાની તારીખ બદલાશે તેવી અટકળોના કારણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરી છે કે, ગુજકેટની પરીક્ષાની તારીખ નહીં બદલાય. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે એ સ્પષ્ટતા પણ કરી છે કે, પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અત્યારે જ હોલટીકિટ ડાઉનલોડ કરી શકે છે.
આ વર્ષે રાજ્યમાંથી 1.25 લાખ ઉમેદવારો ગુજકેટની પરીક્ષા આપશે. જેમાં ગ્રૂપ-એમાં 49 હજાર, ગ્રૂપ-બીમાં 75 હજાર અને ગ્રૂપ એબીમાંથી 374 ઉમેદવારો પરીક્ષા આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement