ગુજરાતમાં આજે મહેસાણા, રાજકોટ, જામનગર, બોટાદમાં હત્યા, મારામારી, હિટ એન્ડ રનની ઘટના બની
રાજકોટમાં ફટાકડા ફોડવાની ના પાડતા બબાલ થઈ છે. જયદીપ બકરાણીયા સહિત 11 જેટલા લોકોએ આતંક મચાવ્યો હતો.
Gujarat Crime: ગુજરાતમાં આજે હત્યા અને અકસ્મતાની અનેક ઘટના સામે આવી છે. બોટાદમાં પૈસાની લેતીદેતીમાં હત્યા થઈ છે તો મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મહેસાણાસામાં મારામારી થઈ છે તો જામનગરમાં અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે રાજકોટમાં ફટાકડા ન ફોડવાની બાબદમાં મામલો બિચક્યો હતો.
બોટાદમાં હત્યા
બોટાદના શીરવાણીયા ગામે યુવાનની હત્યા કરવામાં આવી છે. અલ્પેશ વીરજા નામના યુવાનની હત્યા થઈ છે. પૈસાની લેતીદેતી મામલે યુવાનની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. ગત મોડિ રાત્રીના પૈસાની લેતીદેતી મામલે યુવાનને તીક્ષણ હથિયાર મારી કરાઈ હત્યા. ઘટનાની જાણ થતાં પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક યુવાનની બોડીને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ છે.
મહેસાણામાં હિટ એન્ડ રન
મહેસાણામાં હિટ એડ રનની ઘટના બની છે. જેમાં એક યુવકનું મોત થયું છે. વડનગરનાં સબલપુર રોડ હિટ એન્ડ રનની ઘટના બની છે. રોડ પર જઈ રહેલા ૩૫ વર્ષનાં ભરતજી ઠાકોર નામનાં યુવકને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. અજાણ્યા વાહન ચાલકની ટકકરે ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. વડનગર પોલિસે અજાણ્યાં વાહન ચાલક સામે ગુનો નોંધી તપામ શરૂ કરી છે.
મહેસાણામાં મારામારી
બહુચરાજીનાં મોઢેરા ગામે મારામારીની ઘટના સામે આવી છે. પ્રેમ લગ્નની અદાવતમાં મારામારી થઈ હતી. બન્ને પક્ષે સામે સામે મારમારી થતાં ત્રણ લોકોને ઇજા થઈ છે. મોઢેરા પોલિસે બન્ને પક્ષે આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
જામનગરમાં અકસ્માતમાં ત્રણનાં મોત
જામનગરના મોટી ખાવડી નજીક પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે. દ્વારકા જઈ રહેલ પદયાત્રીઓને કારચાલકે અડફેટે લીધા હતા. કારચાલકે 4 પદયાત્રીઓને અડફેટ લીધા હતા. આ ઘટનામાં ૩ પદયાત્રીઓનાં મોત થયા છે. મેઘપર પડાણા પોલીસ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
રાજકોટમાં ફટાકડા ફોડવાની ના પાડતા મામલો બિચક્યો
રાજકોટમાં ફટાકડા ફોડવાની ના પાડતા બબાલ થઈ છે. જયદીપ બકરાણીયા સહિત 11 જેટલા લોકોએ આતંક મચાવ્યો હતો. તલવાર સહિતના હથિયાર વડે આતંક મચાવ્યો હતો. સાથે જ પથ્થર ફેંકીને ઘરોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં ફરિયાદી અને તેના ભાઈને ઇજા પહોંચી છે. માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગ, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.