શોધખોળ કરો
રાજ્યના પોલીસ વિભાગમાં ભરતીની જાહેરાત, જાણો કેટલી જગ્યા માટે ક્યારે ભરાશે ફોર્મ
ગુજરાત પોલીસ વિભાગમાં સેવા આપવા ઇચ્છુક યુવક યુવતીઓ માટે સારા સમાચાર છે. સરકારે 1382 જેટલી ખાલી પડેલી જગ્યા માટે ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆત 16 માર્ચથી થશે.
![રાજ્યના પોલીસ વિભાગમાં ભરતીની જાહેરાત, જાણો કેટલી જગ્યા માટે ક્યારે ભરાશે ફોર્મ gujrat govrement announcement Recruitment for state police department રાજ્યના પોલીસ વિભાગમાં ભરતીની જાહેરાત, જાણો કેટલી જગ્યા માટે ક્યારે ભરાશે ફોર્મ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/12/f8114b0c59ce6d54f78314727f33bd2e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઇલ તસવીર
રાજ્ય સરકાર દ્રારા રાજ્યના પોલીસ બેડામાં ભરતી માટેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. અલગ અલગ જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. રાજ્ય સરકારે પોલીસ બેડામાં 1382 ખાલી પડેલી જગ્યા પર ભરતી માટેની પક્રિયા શરૂ કરવા જાહેરાત કરી છે.
રાજ્ય સરકાર દ્વારા પોલીસ બેડામાં ભરતી માટે કરવામાં આવેલી જાહેરાત મુજબ બિન હથિયારી પી.એસ.આઇ માટે 202 જગ્યા, બિનહથિયારી પી.એસ.આઇ મહિલા 98 જગ્યા, હથિયારી પી.એસ.આઇ માટે 72 જગ્યા,ઇન્ટેલીજન્સ ઓફિસર પુરૂષ માટે 18 જગ્યા,ઇન્ટેલીજન્સ ઓફિસર મહિલા માટે 9 જગ્યા, બિન હથિયારી મદદનીશ પોલીસ સબ ઇન્સપેકટર પુરૂષ માટે 659 જગ્યા,બિન હથિયારી મદદનીશ પોલીસ સબ ઇન્સપેકટર મહિલા માટે 32 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તમામ ભરતી માટેના ફોર્મ 16 માર્ચથી ભરવાના શરૂ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)