શોધખોળ કરો
Advertisement
ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઓનલાઈન ‘પ્રજાસત્તાક દિવસ પર્વ ઉજવણી’ કાર્યક્રમ યોજાયો
રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઓનલાઈન ‘પ્રજાસત્તાક દિવસ પર્વ ઉજવણી’ કાર્યક્રમ યોજાયો હતો.
અમદાવાદઃ રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઓનલાઈન ‘પ્રજાસત્તાક દિવસ પર્વ ઉજવણી’ કાર્યક્રમ યોજાયો હતો.અને તેના સન્દર્ભમાં કોલેજમાં ભિન્ન-ભિન્ન સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાષ્ટ્રને સમર્પિત સંસ્થા છે. કોલેજમાં પ્રતિવર્ષ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ખૂબ ઉત્સાહથી કરવામાં આવે છે. જેમાં સમગ્ર કોલેજ પરિવાર જોડાય છે. ગુરુકુળની આ પરંપરા કોરોનાકાળના ઓનલાઈન શિક્ષણના સમયમાં પણ અટકી નથી. આ વર્ષે કોલેજમાં ઉજવાયેલા પ્રજાસત્તાક દિવસના ચીફ ગેસ્ટના રૂપમાં કોલેજના જ પૂર્વ પ્રાધ્યાપક પ્રો.ચતવાણી સાહેબ હતા. તેઓએ તેમના સંદેશમાં આપણને પ્રાપ્ત થયેલી મહામૂલી આઝાદીનું સાચું સન્માન કરી દેશની સંસ્કૃતિને જાળવવા સહુને અનુરોધ કર્યો હતો.
કોલેજના આચાર્યશ્રીએ વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પોતાની દેશને સમર્પિત ભાવનાને અભિવ્યક્ત કરતી કવિતાની પ્રસ્તુતિ કરી હતી.
પ્રજાસત્તાક દિવસને સન્માનિત કરવા NCC વિભાગની બહેનોએ માર્ચ પાસ્ટ રજૂ કરી હતી. તો કોલેજમાં દેશભક્તિ ગીત, દેશભક્તિ ડાન્સ, દેશભક્તિ વિષયક વક્તવ્ય અને એકપાત્રિય અભિનય જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાઓમાં કુલ ૩૪ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. જેમાં દેશભક્તિ ગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાને રંજન પરમાર બી.એ.સેમ-૬, દ્વિતીય સ્થાને નિષ્ઠા વાજબી.એ.સેમ-૧ અને ધારા વાજા બી.કોમ.સેમ-૧ તો તૃતીય સ્થાને આશા શામળા બી.એ.સેમ-૧ વિજેતા હતા, દેશભક્તિ ડાન્સ સ્પર્ધામાં પ્રથમ સ્થાને જોષી નિધિ બી.કોમ.સેમ-૪, દ્વિતીય સ્થાને રિદ્ધી વારા બી.એ.સેમ-૬અને તૃતીય સ્થાને સીમા કોડીયાતર વિજેતા બન્યા હતા, દેશભક્તિ વિષયક વક્તવ્ય સ્પર્ધામાં પ્રથમ સ્થાને રજની કારાવદરા બી.કોમ.સેમ-૧, દ્વિતીય સ્થાને સીમા સુમાણીયા બી.એ.સેમ-૬ અને તૃતીય સ્થાને પૂજા ઓડેદરા બી.એ.સેમ-૧ વિજેતા હતા. અને એકપાત્રિય અભિનય સ્પર્ધામાં પ્રથમ સ્થાને ધારા વાજા બી.કોમ. સેમ-૩, દ્વિતીય સ્થાને કૃતિકા મોદી બી.એ. સેમ-૧ વિજેતા હતા. ઉપરોક્ત સ્પર્ધાઓમાં નિર્ણાયક સ્થાને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર પ્રો.ડૉ.કેતકીબેન પંડ્યા, પ્રો.ડૉ. નયનભાઈ ટાંક અને કોલેજના ઇટીઆરપી ધવલભાઈ રાજ્યગુરુ હતા. કાર્યક્રમમાં વિજેતા કૃતિઓને વિદ્યાર્થીનીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય પ્રો.ડૉ.અનુપમભાઈ નાગર સાહેબના માર્ગદર્શન હેઠળ એનએસએસના પ્રોગ્રામ ઓફિસર પ્રો.ડૉ.કેતકીબેન પંડ્યા, પ્રો.ડૉ. નયનભાઈ ટાંક તથા NCC કેરટેકર પ્રો.ડૉ.શર્મિષ્ઠા પટેલે કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન કોલેજની વિદ્યાર્થીનીઓ કુ.રિદ્ધી વારા, કુ.મીના સાદિયા અને કુ.શ્રુતિબા રાયજાદાએ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું ઓનલાઈન આયોજન સંસ્થાના આઈટી એડમીન અને કોલેજના ઈટીઆરપી ધવલભાઈ રાજ્યગુરુએ સંભાળ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement