કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી હાર્દિક પટેલનું પહેલું નિવેદનઃ કોંગ્રેસ જાતિવાદી રાજનીતિ કરે છે
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યા પછી હાર્દિક પટેલની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. હાર્દિકે પત્રકાર પરીષદમાં કહ્યું કે, કોંગ્રેસમાં જોડાયા પછી ખબર પડી
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યા પછી હાર્દિક પટેલની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. હાર્દિકે પત્રકાર પરીષદમાં કહ્યું કે, કોંગ્રેસમાં જોડાયા પછી ખબર પડી. ત્રણ વર્ષની અંદર કોંગ્રેસને જાણી. કોંગ્રેસ જાતિવાદી રાજનીતિ કરે છે. કાર્યકારી પ્રમુખની જવાબદાર શોભાના ગાંઠિયા સમાન હોય છે.
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલનું નિવેદન. ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે ખુલ્લા મનથી ચર્ચા કરવા આવ્યો છું. 2015થી 2019 સુથી ઈમાનદારીથી લડત લડી. 2019ના માર્ચમાં કોંગ્રેસમાં જોડાયો હતો. ગુજરાતના લોકોની વાત આક્રમકતાથી કરવા મટે કોંગ્રેસમાં જોડાયો હતો. 2019થી 2022ના સમયગાળામાં કોંગ્રેસને નજીકથી જાણી છે. કોંગ્રેસ સૌથી મોટી જાતિવાદી રાજનીતિ કરે છે. ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ એટલે શોભાના ગાઠીયા જેવી. ગુજરાત કોંગ્રેસે એકપણ જવાબદારી મને આપી નથી. કોંગ્રેસના નેતાઓ મને કહેતા હતા કે, તારા જેવા યુવાનોની જરૂર છે. કોંગ્રેસના ધારાસભ્ય અને અનેક યુવાનો નારાજ છે.
લાંબા સમયથી કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે રાજીનામું આપી દીધું છે. હાર્દિક પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, હું કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતની જનતા આવકારશે. હું માનું છું કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ.
હાર્દિક પટેલનું કોંગ્રેસમાં રાજીનામા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે હાર્દિક પટેલ આગળ ક્યા પક્ષમાં જોડાશે. હાલમાં મળતી માહિતી મુજબ તો હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી પુરી શક્યતા છે. જોકે આ મામલે ભાજપના વરૂણ પટેલે નિવેદન આપ્યું છે કે, હાર્દિક પટેલને ભાજપના કાર્યકરો ક્યારેય સ્વીકારશે નહીં. જોકે આ મામલે કોંગ્રેસના જ નેતા હાર્દિક ભાજપમાં જોડાશે એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ એબીપી સાથે વાતચીતમાં કહ્યું કે, હાર્દિક ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાશે. ઉપરાંત કોંગ્રેસ નેતા ગીતા પટેલે પણ હાર્દિકના ભાજપમાં જોડાવવાની વાત કહી છે.
હાર્દિક પટેલે ટ્વીટ કરીને રાજીનામાની આ જાણકારી આપી છે. તેણે ટ્વીટમાં લખ્યું છે કે, આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથી અને ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે, મારા આ પગલાથી ભવિષ્યમાં ગુજરાત સત્ય માટે સકારાત્મક રીતે કામ કરી શકીશ.
નોંધનીય છે કે, અગાઉ હાર્દિક પટેલે તે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીથી નારાજ હોવાની વાત કરી દીધી હતી. તેમજ કેન્દ્રીય નેતાગીરીને નિર્ણય લેવા માટે જણાવ્યું હતું. પરંતુ આ અંગે કોઈ નિર્ણય લેવાતાં અંતે આજે રાજીનામું ધરી દીધું છે.